________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'પરલોકમાં આત્માનું શું થશે?' આ વિચાર મને ખૂબ સતાવે છે, એટલે સદ્ગુરુનાં ચરણે જીવન સમર્પિત કરી, મોક્ષમાર્ગની જેટલી બને તેટલી આરાધના કરી લેવી છે. જીવન ક્ષણિક છે, આયુષ્ય ચંચળ છેઅને વૈષયિક સુખો પ્રત્યે હવે જરાય આકર્ષણ નથી, રૂચિ નથી...”
કુમારની આંખો આંસુભીની થઈ ગઈ. તેણે પિતાનાં ચરણો પકડી લીધાં ગદ્ગદ્ સ્વરે કુમારે કહ્યું:
પિતાજી, હું પણ આપની સાથે જ ગૃહત્યાગ કરું.. મોક્ષમાર્ગની આરાધના કરું... મારું મન પણ મુક્તિને ઝંખે છે... મારી સાથે તમારી પુત્રવધૂ પણ ચારિત્રનો જ માર્ગ ઝંખે છે...'
રાજાની આંખો ભીની થઈ ગઈ. તેઓએ કુમારને પોતાની છાતીએ લગાડ્યો. એના માથે વાત્સલ્યભર્યો હાથ પસરાવતાં બોલ્યા:
“વત્સ, તારી ભાવના ઉત્તમ છે. મારી પુત્રવધૂને હું જાણું છું. એ તો મારા ઘરમાં રહેલી સાધ્વી જ છે, ભાવસાધ્વી છે!
વત્સ, તું જો સામાન્ય પિતાનો પુત્ર હોત તો આપણે બધા ગૃહત્યાગ કરીને, ચારિત્રધર્મ સ્વીકારી લેત... પણ હું રાજા છું ને તું રાજકુમાર છે! આપણે રાજ્યની સુરક્ષા કરવાની છે અને પ્રજાનું પાલન પણ કરવાનું છે. આપણી આ પવિત્ર પરંપરા છે. પુત્ર સુયોગ્ય બને એટલે પિતા મહેલનો ત્યાગ કરે! તારે પણ આ પરંપરા જાળવવાની જ છે. ધૃતિબળકુમાર સુયોગ્ય બને એટલે રાજસિંહાસન પર એને બેસાડીને, તારે પણ મોક્ષમાર્ગે જ આવવાનું છે. અત્યારે તો તારે અને રનવીએ કુમાર ધૃતિબળને શ્રેષ્ઠ સંસ્કારો આપવાના છે. એની કાળજી રાખવાની છે.'
પિતાજી, આ વાત રત્નવતીને કરવી પડશે...'
તારી માતા રત્નાવતી પાસે જ ગઈ છે એ વાત કરવા. મારી પુત્રવધૂ શાણી છે... આ વાત સાંભળીને રાજી થશે... કારણ કે વત્સ, એને ચારિત્રધર્મ ગમે છે!' “પરંતુ એના હૃદયમાં આપ બંને તરફ અનુરાગ પણ છે...” “એ અનુરાગ, ગુણાનુરાગ છે. એ અનુરાગ તો અમે સાધુ-સાધ્વી બની જઈશું ત્યારે પણ રહેવાનો. બધે વધી જવાનો.” કુમાર મૌન રહ્યો. મહારાજાએ મહામંત્રીને બોલાવી લાવવા, પ્રતિહારીને મોકલ્યો. કુમારે આંખો લૂછીને કહ્યું: 'પિતાજી થોડો વિલંબ કરો તો?
વિલંબ થોડો થવાનો જ છે... તારા રાજ્યાભિષેકનું મુહુર્ત ક્યારે આવે છે... એ નક્કી કરીશ.. પછી જ્ઞાની ગુરુદેવની પ્રતીક્ષા કરવી પડશે ને? સાધ્વીજી તો અહીં બિરાજમાન છે....” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only