________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વિગ્રહ, તમારી વાત સાચી છે. છતાં હવે હું પુણ્ય-પાપ કર્મના સિદ્ધાન્તમાં વિશ્વાસ ધરાવું છું. મને એ વાનમંતર તરફ દ્વેષ નથી. મારાં જ કોઈ પૂર્વજન્મનાં કર્મોના નિમિત્તે એ મારાં પ્રત્યે દ્વેષ ધરાવે છે. જો નવજાત પુત્રનો પુણ્યોદય હશે તો એને જરાય વાંધો નહીં આવે. દેવીનો પુણ્યોદય હશે તો તેણીને પુત્રવિરહનું દુઃખ નહીં આવે. અને જો કોઈ પાપકર્મનો ઉદય ભોગવવાનો જ હશે, તો ગમે ત્યારે દુઃખ આવી પડશે. જોકે તમે મને સાવધાન કર્યો, એ સારું કર્યું?
વિગ્રહે વિશ્વાસપાત્ર યુદ્ધ કુશળ સૈનિકોને મહેલની આસપાસ ગોઠવી દીધા. કોઈ પણ અજાણ્યો શંકાસ્પદ માણસ મહેલમાં ના પ્રવેશે, એનું પૂર્ણ ધ્યાન આપવા સૂચના આપી.
પ્રભાત થયું. સમગ્ર નગરમાં વાત પવનવેગે ફેલાઈ ગઈ.
લોકપ્રવાહ રાજમહેલ તરફ વહેવા લાગ્યો. મહારાજાને અભિનંદન આપવા અને નવજાત કુમાર માટે અસંખ્ય ભેટો આપવા, લોકોની પંક્તિઓ બંધાઈ ગઈ. રાજમહેલના દ્વારે વાજિંત્રો વાગવા લાગ્યાં. નગરને શણગારવાનું કામ શરૂ થઈ ગયું. કારાવાસના કેદીઓને મુક્તિ આપવામાં આવી. સૌભાગ્યવંતી સ્ત્રીઓ ગિરના જુદા જુદા ચોકોમાં નૃત્ય કરવા લાગી.
નગરની વારાંગનાઓએ અપ્સરા સમાન વેશભૂષા કરી, રાજમહેલની આગળના મેદાનમાં નાટારંભ કરી દીધો..
આખું નગર રત્નવતીના પુત્રજન્મના મહોત્સવમાં રમણે ચઢ્યું. રત્નાવતીની ઘસીએ સાધ્વીજી સુસંગતાને પણ સમાચાર આપ્યા કે “રત્નાવતીએ પુત્રને જન્મ આપ્યો છે..” સાધ્વીએ કહ્યું: “પુત્રના કાનમાં શ્રી નવકારમંત્ર સંભળાવવા રનવતીને
જ્યારે દાસી રત્નવતી પાસે પહોંચી ત્યારે કુમાર ગુણચંદ્ર ત્યાં જ ઉપસ્થિત હતો. દાસીએ સાધ્વીના સમાચાર કહ્યાં. તરત જ કુમારે નવજાત શિશુના કાનમાં મધુર અને સ્પષ્ટ શબ્દોમાં મહામંત્ર સંભળાવ્યો.
૦ 0 ૦. પુત્રજન્મના બાર દિવસ પસાર થઈ ગયાં.
મહારાજા મૈત્રીબળે નવજાત કુમારનું નામકરણ કરવા, સ્નેહી-સ્વજનો માટે ભોજન સમારંભ યોજ્યો. કુમારનું નામ “વૃતિબળકુમાર પાડવામાં આવ્યું. મહારાજાએ પૌત્રને ખોળામાં લીધો.. અને થોડા સમય પછી, રત્નાવતી પાસે મોકલી આપ્યો. મહારાજા તૃપ્ત થયાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only