________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મા, શંખપુરથી મહારાજા શંખાયનનો સંદેશો લઈને બે મંત્રી આવ્યા છે.' “શું સંદેશો લાવ્યા છે? ‘રનવતીને તેઓ શંખપુર બોલાવે છે....” કુમારે રનવતી સામે જોયું. કહો, શું કરવું છે?'કુમારે પદ્માવતીને પૂછ્યું, પરંતુ ઉત્તર રનવતીએ આપ્યો: મારી ઇચ્છા શંખપુર જવાની નથી.' “કારણ?” કુમારે પૂછ્યું...
“મારે અહીં માતાજી પાસે જ રહેવું છે. વળી થોડાક દિવસોમાં સાધ્વીજી સુસંગતા પણ અહીં પધારી જવાનાં છે...”
કોણે કહ્યું?' માતાજીએ...' “ભલે, તો શંખપુરના મંત્રીઓને કહ્યું કે રનવતી હમણાં નહીં આવે...” બેટા, એમને થોડા દિવસ અહીં રોકવાના. એમની આગતા-સ્વાગતા કરવાની.” હા, મા. તેઓને રાજ્યના અતિથિગૃહમાં ઉતાર્યા છે.' કુમારે રત્નાવતી સામે જોયું. મુખ પર સ્મિત આવી ગયું. કુમાર ત્યાંથી ચાલ્યો... રત્નાવતી કુમારને જતો જોઈ રહી.. પદ્માવતી બોલી: “બેટી, તારાં મા-બાપને એવા કોડ હોય કે પુત્રીની પ્રથમ પ્રસૂતિ પિતૃગૃહ થાય! પરંતુ મારી ઇચ્છા પણ શંખપુર મોકલવાની નથી. બેટી, મહારાજાને પૌત્રદર્શનની ઘણી તમન્ના છે! મને તેઓએ એક દિવસ કહ્યું હતું...' રત્નાવતી શરમાઈ ગઈ. તેણે પદ્માવતીના ખોળામાં પોતાનું મુખ છુપાવી દીધું...
0 0 0 દિવસો પૂર્ણ થયાં.
આસો સુદ દશમના દિવસે મધ્યરાત્રિના સમયે રનવતીએ પુત્રને જન્મ આપ્યો.” રાજમહેલ હજારો દીપકોથી ઝળહળી ઊઠ્યો. રાત્રિ જયજયકારના ધ્વનિથી મુખરિત થઈ ગઈ. આખું અયોધ્યા જાગી ગયું. દરેક પ્રજાજનના મુખેથી “માતા અને પુત્ર દીર્ધકાળ જીવો...” જેવાં શુભ વચનો નીકળવા લાગ્યાં. મહારાણી પદ્માવતીના માર્ગદર્શન નીચે પરિવારની કુશળ સ્ત્રીઓએ પ્રસૂતિકર્મ કર્યું. રત્નાવતીએ કોઈ વિશેષ વેદના વિના પુત્રને જન્મ આપ્યો હતો.
વિગ્રહ કુમારને કહ્યું: “કુમાર, દુષ્ટ દેવો ક્યારેક જન્મજાત બાળકનું અપહરણ કરતા હોય છે. માટે પેલા વાનમંતરથી આપણે સાવધાન રહેવાનું છે. એ દુષ્ટ વિદ્યાધર તમારા પ્રત્યે દ્વેષ રાખે છે. ક્યારે પણ એ અહીં આવી ચઢે.. જોકે હું એને સારી રીતે ઓળખું છું. જો દેખાય તો તો આપણે એને પહોંચી વળીએ.. પરંતુ અદશ્ય રહીને કંઈ કરે. તો આપણે વિવશ છીએ.”
ભાગ-૩ + ભવ આઠમો
૧૮
For Private And Personal Use Only