________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* રત્નવતીને જિનમંદિર બંધાવવાની ઇચ્છા થાય છે, કુમાર જિનમંદિરનો એના જ હાથે પાયો નખાવડાવે છે.
* રત્નવતીને સાધુપુરુષોને ભોજન, વસ્ત્ર... વગેરે આપવાની ઇચ્છા થાય છે. કુમાર તે પ્રમાણે કરે છે.
* રત્નવતીને હાથી પર બેસી, કુમાર સાથે જિનમંદિરે જવાની ઇચ્છા થાય છે. કુમાર એની ઇચ્છા પૂર્ણ કરે છે.
* રત્નવતીને જિનેશ્વર ભગવંતની જુદી જુદી અવસ્થાઓનાં ચિત્ર બનાવવાની ઇચ્છા થાય છે. કુમાર એને બધી સામગ્રી આપે છે... રત્નવતી ચિત્રો બનાવે છે.'
* રત્નવતીને ગીત-સંગીત અને નૃત્ય સાથે પરમાત્માની ભક્તિ કરવાની ઇચ્છા જાગે છે, કુમાર એ ઇચ્છા પૂર્ણ કરે છે...
એક દિવસ અચાનક... ધોધમાર વર્ષા થઈ. નગરની પાસે વહેતી નદી બે કાંઠે વહેવા લાગી... ત્યારે રત્નવતીની ઇચ્છા નદીકાંઠે જવાની થઈ! આકાશમાં ઘનઘોર વાદળો ચઢી આવેલાં હતાં... સુગંધી વનના ઝપાટા બોલાતાં હતાં. વીજળી-રેખાઓ ચમકવા લાગી હતી. ચાતક પક્ષીઓ હર્ષથી નાચી રહ્યાં હતાં. મયૂરો નૃત્ય કરી રહ્યાં હતાં. રાજહંસો અદૃશ્ય થઈ ગયાં હતાં. પૃથ્વી પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. સરોવરો છલકાવા માંડ્યાં હતા. નગરની બહાર ગયેલા લોકો જલદી જલદી, ભીંજાતા ઘર તરફ જઈ રહ્યા હતા. પશુઓનાં ધણ જે જંગલમાં ગયેલાં, તે શીઘ્ર ગતિથી નગર તરફ જતાં હતાં,
રત્નવીને આવા સમયે નદીકિનારે જવાની પ્રબળ ઇચ્છા થઈ આવી - ‘મારે નદીનું પૂર જોવું છે!’ કુમારે પોતાના પ્રિય હાથીને બોલાવ્યો. રાજા વિગ્રહને માવતના સ્થાને બેસાડ્યો. કારણ કે વિગ્રહ હાથીને ચલાવવામાં અતિ કુશળ હતો. હાથી ઉ૫૨ પાલખી બંધાવી... તેમાં રત્નવતી સાથે કુમાર બેઠો. હાથીની પાછળ અશ્વો ૫૨ ચાર તરવૈયા સુભટો ચાલ્યાં... હાથી નદીના કિનારે પહોંચ્યો. વિગ્રહે સુરક્ષિત જગ્યા ૫૨ હાથીને ઊભો રાખ્યો. કુમાર અને રત્નવતી, ગાંડી બનીને, ધસમસતી નદીને જોઈ રહ્યાં.
નદીનાં પાણીમાં ધાસ, લાકડાં... વગેરે તણાતું જતું હતું. બે કાંઠે નદી વહી રહી હતી. ક્યાંક ક્યાંક કાંઠો પણ તોડી નાખ્યો હતો, ને પાણી નગર તરફ વહેતાં હતાં... નગરની બહાર બગીચા પર પાણી ફરી વળ્યાં હતાં. નદીમાં પાણીનાં કલ્લોલો ઊછળતાં હતાં... ખૂબ રુદ્ર રૂપ નદીએ ધારણ કર્યું હતું. પ્રવાહમાં જળચર પશુઓ પણ ઊછળતાં તણાઈ રહ્યાં હતાં...
રત્નવીએ કહ્યું; ‘નાથ, આજે આ નદી મર્યાદા તોડીને વહી રહી છે... શું થયું છે એને? લોકો ભયભીત થઈ ગયાં છે... ગરીબોનાં ઘર તૂટીને વહી રહ્યાં છે... પ્રજા બિચારી નિરાધાર બની જશે... શું થશે એમનું?'
૧૨૭૫
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો