________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાની એક તૃષ્ણા રહી છે મનમાં... હવે એ તૃષ્ણા પણ પૂર્ણ થઈ જશે! બસ, પછી નથી રહેવું મહેલમાં... નથી રહેવું ગૃહવાસમાં!'
‘જો આપ મહેલ છોડી મોક્ષમાર્ગ લેશો તો, આપની સાથે જ હું પણ દીક્ષા લઈશ... પછી હું મહેલમાં નહીં રહું... આ સંસારમાં આપના સિવાય મને કોઈના પર રાગ નથી, મોહ નથી. ભલે પુત્ર અને પુત્રવધૂ સુશીલ છે, સુયોગ્ય છે, મારા પ્રત્યે એમને સ્નેહ છે... હું જાણું છું, પરંતુ એમના પ્રત્યે મને કોઈ આસક્તિ નથી, મમતા નથી... કે હું એમનો ત્યાગ ન કરી શકું! નાથ, આપનો નિર્ણય મને ગમ્યો છે... આ મનુષ્યજીવનની સફળતા પણ એ મોક્ષમાર્ગથી જ છે... સંસારનાં વૈષિયક સુખો ઘણાં ભોગવી લીધાં... હવે એમાં, મને પણ આસક્તિ નથી રહી...'
‘દેવી, એકદમ નિર્ણય ના કરશો. ગૃહવાસનો ત્યાગ કરવો હજુ સરળ છે, પરંતુ મોક્ષમાર્ગ પર ચાલવું દુષ્કર છે... એ માર્ગ કષ્ટોનો છે, એ માર્ગ દુ:ખભર્યો છે. સ્વેચ્છાએ દુઃખ સહન કરવાનાં છે... કષ્ટ સહન કરવાનાં છે... તમારાથી સહન થઈ શકશે કે કેમ, તેનો ગંભીરતાથી વિચાર કરજો... કારણ કે સંપૂર્ણ જિંદગી સુખોમાં વીતી છે... અભ્યાસ છે સુખ ભોગવવાનો... પછી દુઃખ ભોગવવાં પડશે! હસતા મોઢે ભોગવવાં પડશે!’
મહારાજાએ મોક્ષમાર્ગની દુષ્કરતા બતાવી... મહારાણીએ કહ્યું: ‘હું જરૂ૨ વિચાર કરીશ... અને મને લાગશે કે હું મોક્ષમાર્ગની આરાધના કરી શકીશ... તો જ ગૃહવાસનો ત્યાગ કરીશ... જો કે સાધ્વીજી સુસંગતા પણ રાજમહેલની રાણી જ હતાં ને? તેઓએ દીક્ષા લીધી ને? કેવી સુંદર આરાધના કરે છે એમનું સાન્નિધ્ય મળશે... એમનું માર્ગદર્શન મળશે... એમનું વાત્સલ્ય મળશે... એમની પ્રેરણા મળશે... પછી કઠિન માર્ગ પણ સરળ બની જશે! સુયોગ્ય સાથી... અને સુયોગ્ય પ્રેરક મળી ગયા પછી કઠિન વાત પણ સરળ બની જાય છે...’
‘તમારી વાત સાચી છે. સાચી દિશામાં તમે વિચારો છો...' મહારાજાએ રાણીના વિચારોને અનુમોદન આપ્યું. તેમને ઘણો આનંદ થયો.
ઠીક છે, આ વાત તો પછીની છે. રત્નવતીની આ દિવસોમાં વધુ કાળજી રાખવાની રહેશે....
‘હવે તો દિવસનો મોટો ભાગ મારી પાસે જ રહેશે... આપ જરાય ચિંતા ના કરશો...’
રત્નવતીના જેમ જેમ દિવસો, મહિનાઓ પસાર થતા જાય છે, તેમ તેમ શુભ... ઉન્નત વિચારો વધતા જાય છે. એ દરેક વિચાર, દરેક ઇચ્છા કુમારને કહે છે. કુમાર આનંદથી તે તે ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
* રત્નવતીને દાન આપવાની ઇચ્છા થાય છે, કુમાર એની પાસે જ દાન અપાવડાવે છે.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૨૭૫