________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું પહાડી પર ચઢવા લાગી. મારે શિખર સુધી પહોંચવાનું હતું. મને કોઈ જોઈ ના જાય અને ઓળખી ના જાય એમ હું ઈચ્છતી હતી. હું થોડું ચઢી, ત્યાં મારી ડાબી બાજુએ મેં એક મોટા ખડકની વચ્ચે એક ગુફા જેવું પોલાણ જોયું. મને એ જગ્યા સારી લાગી. સહજ રીતે જ મારા પગ એ બાજુ વળ્યા. હું એ ખડકની પાસે પહોંચી ખડકની આગળનો ભાગ સપાટ હતો. જાણે કોઈએ વાળીને સાફ કર્યો હોય તેવો લાગતો હતો. હું ત્યાં બે ક્ષણ ઊભી રહી... અને મારા નગર તરફથી દૃષ્ટિ નાખી... આખું નગર દેખાતું હતું ત્યાંથી...! ઊંચો રાજમહેલ પણ દેખાતો હતો.. 'હવે મારે આ નગરનું... આ મહેલનું.. કે કોઈનું પ્રયોજન નથી.... બધું સ્વપ્નવત્ છે. મેં નગર તરફ દૃષ્ટિ ફેરવી લીધી.. ગુફાને દ્વારે પહોંચી ગુફામાં નજર કરી.. હું સ્તબ્ધ થઈ ગઈ...! ગુફામાં ધ્યાન નિમગ્ન તપસ્વી સાધુ-પુરુષોને જોયા.... હું દ્વાર પાસે જ ઊભી રહી. દ્વારની પાસે જ બેઠેલાં હતાં, તે મને મુખ્ય સાધુપુરુષ લાગ્યાં. તેઓના મુખ પર તપનું તેજ હતું. તેઓની આંખો બંધ હતી: પદ્માસને તેઓ બેઠેલાં હતાં. મારું મન તેઓને જોઈને શાન્ત થયું. મને લાગ્યું કે મારો ઉદ્વેગ ચાલ્યો ગયો! તેઓ મને ચિંતામણિ રત્નસમાન લાગ્યાં. વિશિષ્ટ જ્ઞાની લાગ્યા... મારું મન પ્રફુલ્લિત થઈ ગયું.
હું અંદર પ્રવેશી. પાંચ ડગલાં ચાલી, ત્યાં જ મુનિરાજ હતાં. મેં વિનયપૂર્વક વંદના કરી. તેઓએ દૃષ્ટિ ખોલી, જમણો હાથ ઊંચો કર્યો અને ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો. મેં તેઓની આંખોમાંથી કરુણાનો ધોધ વહેતો જોયો. અને તેમની વાણીમાંથી સમતાનો પ્રવાહ વહેતો જોયો.
મુનિરાજની આજ્ઞા લઈ, હું તેમની સામે વિનય-મર્યાદાપૂર્વક બેઠી. મુનિરાજ તો અન્તર્યામી હતાં. મને જોઈને જ જાણે મારા દુઃખને જાણી ગયાં હતાં. તેઓએ મને કહ્યું:
“હે વત્યે, તું સંતાપ ના કર. આ સંસાર જ એવો છે! સંસારમાં આપત્તિઓ આવવાની જ! આપત્તિઓનું ઘર છે આ સંસાર!”
હે ભદ્ર, મહામોહના અંધકારમાં ઘેરાયેલા જીવો વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી, હિતકારી મિત્રોનાં સારાં હિતકારી વચનો સાંભળતા નથી, આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે આકરાં કર્મ બાંધે છે. જ્યારે તે કર્મો ઉદયમાં આવે છે ત્યારે કલ્પના બહારનાં કષ્ટો ભોગવે છે.”
ભગવંત!' મેં વચ્ચે જ પ્રશ્ન કર્યો: “એ પૂર્વ કરેલાં પાપોથી છૂટવા શું કરવું જોઈએ?”
૧રર૮
ભાગ-૩ + ભવ આઠમાં
For Private And Personal Use Only