________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરની બહાર જે ઉદ્યાન હતું. તે ઉદ્યાનની બહાર જ અમે ઊભા રહ્યાં. સૈનિકોએ મને હાથ જોડ્યાં. દુર્જનસિંહ બોલ્યો: ‘મારી મા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું કરું? મહારાજાની આજ્ઞા હતી એટલે તમને મેં કદર્થના કરી.. હવેથી ક્યારેય ભૂલ નહીં કરું. મને ઉપદ્રવ ના કરશો... બીજું તો શું કહું?”
મેં કહ્યું: “તારી કોઈ ભૂલ નથી. તમે બધા રાજાના સેવકો છો. રાજાની આજ્ઞા મુજબ જ તમારે બધું કરવું પડે. ચિંતા ના કરશો. તમે જાઓ. હું મારી ઇચ્છા મુજબ ચાલી જઈશ..” જતાં જતાં તેઓ મને પગે લાગ્યા. બે હાથ જોડી, વંદના કરી અને ચાલ્યાં ગયાં.
હું ત્યાં જ એક વૃક્ષની નીચે પથ્થરની નાની શિલા પર બેઠી.... મારા મનમાં અશુભ વિચારોનો ધોધ વહેવા લાગ્યો. “આજે આ શું બની ગયું? મારાં કેવાં પાપકર્મ ઉદયમાં આવ્યાં? મારો કોઈ ગુનો નથી, અપરાધ નથી. મારા પર “ક્ષિણી'નું કલંક આવ્યું... હું રાજરાણી... આ અંધારી રાતે રસ્તાની રઝળતી સ્ત્રી બની ગઈ! આવતી કાલે નગરમાં ઘર ઘર અને ચોરેચોટે આ જ વાતની ચર્ચા થશે! જોકે એ વ્યંતરીને લોકો “મહારાણી' માનશે. એટલે મારા માટે અશુભ નહીં બોલાય... પરંતુ મહારાજા હવે મારી સામે પણ નહીં જુએ. મને ક્યારેય રાજમહેલમાં પ્રવેશ નહીં મળે... અને જો આર્યપુત્રનો સ્નેહ, સંયોગ ન મળવાનો હોય તો મારે જીવવાનો શો અર્થ? મારે હવે નથી જીવવું. મારે મરી જવું છે..' દૂર દૂર પર્વત જોયો.. મનોમન નિર્ણય કરી હું પર્વત તરફ ચાલી,
નીક
કોક
કે
૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only