________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વત્સ, અત્યારે હું મુનિઓની સાથે નગરમાં જાઉં છું...” કાલે પાછો હું અહીં આવીશ' તેમણે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો, અને પહાડ ઊતરવાં લાગ્યાં.
હું તેઓ દેખાયા ત્યાં સુધી એમને જોતી રહી. મારા તારણહાર, રક્ષણહાર ગુરુદેવને જોતાં જોતાં મારી આંખો હર્ષના આંસુઓથી ઊભરાઈ ગઈ...
0 0 0 મહારાજા નરસુંદર અતિ સંતપ્ત બન્યાં. તેઓને પોતાની ગંભીર ભૂલ સમજાઈ. પ્રભાતે મંત્રીમંડળની સમક્ષ યક્ષિણીની સમગ્ર ઘટના મંત્રીમંડળની સમક્ષ કહી દીધી.
મેં મહારાણીને યક્ષિણી માની લીધી. “આ મહારાણીનું રૂપ કરીને આવી છે.” એમ સમજીને, મેં દેવીની ઘોર કર્થના મારી સામે જ કરાવી... અને રાત્રિના સમયે મેં એને સૈનિકો દ્વારા નગર બહાર કાઢી મૂકાવી... શું થયું હશે દેવીનું? શું એ જીવતી હશે કે આપઘાત કરીને મૃત્યુ પામી હશે? મારા હાથે સ્ત્રી હત્યા થઈ ગઈ. મેં ઘોર પાપ કર્યું....' મહારાજા વિલાપ કરવા લાગ્યાં.
મહામંત્રી બુદ્ધિધને કહ્યું: “મહારાજા, આપના મુખે અમે સમગ્ર ઘટના સાંભળી. અમને આમાં આપનો કોઈ જ દોષ દેખાતો નથી. દોષ છે પેલી યક્ષિણીનો.. એણે આપને ભ્રમિત કર્યો. મહારાણી આપના શયનખંડમાં આવે, એ પહેલાં મહારાણીનું રૂપ કરી, યક્ષિણી પોતે આવી! આપ એને જ સાચાં મહારાણી માની લીધાં. પછીથી આવેલાં સાચાં મહારાણીને યક્ષિણી માની લીધાં! આમાં આપની કોઈ ભૂલ નથી.. આ ઉત્પાત યક્ષિણીએ કરાવ્યો.. એની પાછળ અમને તો મહારાણીનું જ કોઈ પૂર્વજન્મનું અશુભ કર્મ કારણભૂત લાગે છે...'
પણ હવે શું કરવું જોઈએ? મહારાજાએ પૂછયું. મહારાણીની શોધ કરવી જોઈએ.’ “એ માટે હું જ નીકળીશ.. જો ચોવીસ કલાકમાં નહીં મળી આવે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ..” મહારાજાની પ્રતિજ્ઞા સાંભળીને, મંત્રીમંડળ ચિંતામાં પડી ગયું.
મહારાજા બોલ્યા: “આમે મહારાણી વિનાનું મારું જીવન વ્યર્થ છે. જીવવાનો મને કોઈ મહ નથી... આ યક્ષિણી મને શાન્તિથી જીવવા નહીં દે... વળી, એ દેવી છે.. મારા કરતાં એની શક્તિ ઘણી વધારે છે, એટલે એને હું જીતી શકીશ નહીં અને એ મને છોડશે નહીં. માટે હવે પ્રાણત્યાગ કરવો, એ જ એક ઉપાય છે.”
મહામંત્રીએ કહ્યું: “મહારાજા, મહારાણી જરૂર મળી આવશે, મારી જમણી, આંખ ફુરાયમાન થઈ રહી છે. ચાલો આપણે મહારાણીને શોધવા અત્યારે જ નીકળી પડીએ. હવે વિલંબ નથી કરવો.”
૧૨૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only