________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાની ભૂલી ગઈ. આ સાધ્વી સુસંગતા કોણ છે, જાણો છો?'
ના...” કૌશલનરેશ મહારાજા નરસુંદરના પટ્ટરાણી હતાં!” ખરેખર?” “હા, મહારાજાની સાથે જ દીક્ષા લીધી હતી તેમણે...'
કોશલનરેશ સાથે મારો ગાઢ સંબંધ હતો. આવતી કાલે તમારી સાથે હું પણ સાધ્વીજીનાં દર્શન કરીશ.”
0 ૦ 0. રત્નાવતીનું ચિત્ત નિરાકુળ બન્યું, પ્રશાન્ત બન્યું. જોકે એણે ઉપવાસ ચાલુ રાખવાનો જ નિર્ણય કર્યો હતો. “આર્યપુત્રનાં દર્શન કરીને, જ પારણું કરીશ...'
રત્નાવતીએ, સાધ્વીજીના વૃત્તાંતમાંથી શ્રી નવકાર મહામંત્રની આરાધનાની વાત પકડી લીધી હતી. મનોમન તેણે નિર્ણય કર્યો કે “આજની રાત હું નવકાર મહામંત્રના ધ્યાનમાં જ પસાર કરીશ... શું કરું? સાધ્વીજીની જેમ હું ગુફામાં જઈ શકું એમ નથી. નહીતર પહાડની ગુફામાં બેસીને, મહામંત્રનું ધ્યાન કરવામાં કેવો આનંદ આવે! હું સાધ્વીજીને કાલે પૂછીશ - ગુફામાં મહામંત્રનું તમે રાતભર ધ્યાન કર્યું હતું, તેમાં તમે કેવો આનંદ અનુભવ્યો હતો? તમારા મનમાં પણ મારી જેમ ઊંડે ઊંડે પતિને મળવાની ઇચ્છા તો હતી જ... ભલે તમને ઓછી ઇચ્છા હતી, મને વધારે છે. પરંતુ આનંદ તો અનુભવ્યો હશે ને?”
હું આ મહેલમાં ભૂમિ પર બેસીને, પદ્માસનસ્થ થઈને, મહામંત્રનું સ્મરણ કરીશ... કેવો અચિંત્ય પ્રભાવ છે આ મહામંત્રનો! સાધ્વીજીએ કેવું સુંદર વર્ણન કર્યું! એ જ્ઞાની છે, અનુભવી છે. તેઓએ જે કંઈ કહ્યું તે, યથાર્થ છે. મને માત્ર કોરું આશ્વાસન આપવા નથી કહ્યું. મારે શ્રી નવકાર મહામંત્ર અંગે વધુ જાણવું છે... હું એની વિધિપૂર્વક આરાધના કરવા ચાહું છું. આર્યપુત્ર આવી જાય... એમને આ બધી વાતો કરીશ.. પછી અમે બંને સાથે આરાધના કરીશું. તેઓ પણ જિનવચન તો પામ્યા જ છે! બહુ સારું થયું... કેવી રીતે જિનવચન પામ્યા, હું એમને પૂછીશ.. એ બધી જ વાત મને કહેશે... મારાથી એક પણ વાત તેઓએ છુપાવી નથી... ખૂબ જ સરળ છે, સ્નેહાળ છે...”
રનવતી કુમારના વિચારોમાં ડૂબી ગઈ... પરંતુ બીજા પ્રહરમાં તેણે શ્રી નવકાર મહામંત્રનો જાપ આરંભી દીધો... રાતભર એ જાપ કરતી બેઠી..
૦ ૦. પિતાજી, આપ આજ્ઞા આપો તો હું પાસેના ઉપાશ્રયે સાધ્વીજીને વંદન કરવા જાઉં.. અને એમના સત્સંગ કરું!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૩
For Private And Personal Use Only