________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાવતી પ્રભાતિક કાર્યો પતાવીને, મહારાજા મૈત્રીબળ પાસે ગઈ. ખૂબ જ વાત્સલ્યભાવથી મહારાજાએ કહ્યું:
બેટી, ખુશીથી જાઓ સાધ્વીજી પાસે પણ મારી ઇચ્છા પણ સાધ્વીજીનાં દર્શન કરવાની છે..” ‘ત તો બહુ સારું... માતાજી પણ આવશે?”
હા, એમણે આવવાનું મને કહેલું. તો બેટીં, સમગ્ર પરિવાર સાથે આપણે જઈએ....”
“હું માતાજીને બોલાવીને આવું છું. દાસી દ્વારા પરિવારને જાણ કરું છું....! રત્નાવતી દોડી ગઈ. મહારાજા મૈત્રીબળ એને જોઈ રહ્યાં. સ્વગત બોલ્યા: “કેવી નિર્દોષ... ભોળી અને સરળ છે. સારું થયું. સાધ્વીજીની એને હૂંફ મળી ગઈ..”
મહારાણી આવી ગયાં, રત્નાવતી જ લઈ આવી. પાછળ પરિવાર પણ આવી ગયો. સહુ ઉપાશ્રયે જવા નીકળ્યાં. ઉપાશ્રય સો ડગલામાં જ હતો, એટલે સહુ પગપાળા ગયાં. પહેલાં મંદિરમાં ગયાં. જિનેશ્વર ભગવંતની સ્તવના કરીને, સાધ્વીજીના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ઘણી સાધ્વીઓ ત્યાં હતી. સહુ પોતપોતાના સંયમયોગમાં લીન હતી.
મહારાજાએ મુખ્ય સાધ્વીજી સુસંગતાને ભાવપૂર્વક વંદના કરી, કુશળતા પૂછી. મહારાણી, રત્નાવતી વગેરેએ પણ વંદના કરી, સુખશાતા પૂછી. સહુ સાધ્વીજીની સામે વિનયપૂર્વક બેઠાં. સાધ્વીએ “ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
હે ભગવતી, આપે મારા પર પરમ ઉપકાર કર્યો છે. હું ક્યારે પણ આપના ઉપકારને ભૂલી શકીશ નહીં...”
“મહારાજા, એ આપની ઉત્તમતા છે. બાકી, મેં કોઈ જ મોટો ઉપકાર કર્યો નથી, મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. સંતપ્ત આત્માને શાંતિ આપવી, એ અમારું કર્તવ્ય છે!'
“ભગવતી, આ રનવતી, મારી પુત્રવધૂને આપે નવું જીવન આપ્યું છે. બે દિવસ પૂર્વે હું એની સામે જોઈ શકતો ન હતો. એના મુખ પર શોક-સંતાપના ઘનઘોર વાદળ છવાઈ ગયાં હતાં... કરમાઈ ગયેલા ગુલાબ જેવું એનું મુખ થઈ ગયું હતું. જેમ એના શોકસંતાપનો પાર ન હતો, તેમ અમારા બંનેનાં દુઃખની કોઈ સીમા ન હતી... પરંતુ ગઈ કાલે આપની જ કૃપાથી સંતાપનાં વાદળ વિખરાઈ ગયા... રત્નાવતી પ્રફુલ્લિત બની ગઈ... રાજકુમાર જીવંત છે” આટલી જ વાત, અમને સહુને સુખી-હર્ષિત કરનારી બની ગઈ છે.”
મહારાજા, કુમાર બહુ નજીક છે આ નગરથી... આજથી ચોથા દિવસે અહીં પહોંચી જશે!”
ભાગ-૩ + ભવ આઠમો
૧રપ૪
For Private And Personal Use Only