________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lacon
રખાવતીએ પાંચ ઉપવાસનું પારણું કર્યું.
મહારાજા મૈત્રીબળ, મહારાણી પદ્માવતી અને કુમાર સાથે રહીને પારણું કરાવ્યું. પારણું કરવા પૂર્વે સાધ્વીજીને બોલાવીને, એમને ભિક્ષા આપી, પછી પારણું કર્યું. પારણું કરીને કુમારની સાથે રનવતી કુમારના ખંડમાં ગઈ. કુમારને પલંગ પર બેસાડી, રનવતી કુમારના પગ પાસે જમીન પર બેસી ગઈ. કુમારને યુદ્ધયાત્રાની કુશળતા પૂછી. કુમારે, વિગ્રહને કેવી રીતે પરાજિત કર્યો તે તો કહ્યું, પણ કોઈ દેવ, દાનવ કે વિદ્યાધર, વિગ્રહની સાથે આવેલો, એની સાથે કેવી રીતે યુદ્ધ કરેલું, તે પણ સંભળાવ્યું, અને કહ્યું: “એના તરફ હું તલવાર લઈને ઘસ્યો ત્યારે અદૃશ્ય થઈ ગયો હતો..” એટલે મેં જાણ્યું કે એ સામાન્ય મનુષ્ય ન હતો. પછી, વિગ્રહ શરણે આવ્યા બાદ મેં વિગ્રહને પૂછેલું: “તારી સાથે આવેલો એ દૈવીશક્તિવાળો કોણ હતો?' વિગ્રહ મને બધી વાત પેટ ખોલીને કહી. એ “વાનમંતર' નામનો વિદ્યાધર હતો. મલયાચલ તરફ જતો હતો, તેણે મને (ગુણચંદ્રને) જોયો.... મને જોતાં જ એના મનમાં ભયંકર દ્વેષ જાગ્યો. એને ખબર પડી કે હું સેના સાથે વિગ્રહને વશ કરવા આવેલો છું... “શત્રુનો શત્રુ મિત્ર!” એણે વિગ્રહનો પક્ષ લીધો. વિગ્રહને એણે કહ્યું: “કુમારને હું ધિક્કારું છું. મારે એને મારી નાખવો છે. હું તારી સહાય કરીશ. હું વૈતાદ્યપર્વત પર રહેનારો વિદ્યાધર છું. મારું નામ વાનમંતર છે. હું કુમારને મારીને તારું હિત કરીશ!' વિગ્રહ તો એ જ ચાહતો હતો! એ વિદ્યાધરને અને બીજા સૈનિકોને લઈને વિગ્રહ મધ્યરાત્રિના સમયે મારી છાવણીમાં આવ્યા. પેલો વિદ્યાધર બધાને આકાશમાર્ગે લઈ આવ્યો... વિદ્યાધરે વિગ્રહને કહ્યું: ‘કુમાર ભરનિદ્રામાં છે. કરી દે પ્રહાર! અથવા તું કહે તો હું કરી દઉં પ્રહાર.' વિગ્રહે ના પાડી. “સૂતાને મારવો એ તો કાયરતા છે. અન્યાય છે. એણે જ મને જગાડીને, યુદ્ધ માટે લલકાર્યો.. પછી તો મારા સુભટો પણ મારા નિવાસમાં ધસી આવ્યા. જોકે મેં વિગ્રહને તો પછાડીને મારા પગ નીચે જ દાબી રાખ્યો હતો. પેલા વિદ્યાધરનો ઘા ચુકાવીને, એને મારવા ધસ્યો કે એ અદશ્ય થઈ ગયો.
છેવટે વિગ્રહ ક્ષમા માગી, ને શરણે આવ્યો. પેલો વિદ્યાધર એ પછી નથી મળ્યો!
પ્રાણનાથ, તો શું આપણા નગરમાં આપના મૃત્યુની અફવા ફેલાવનાર એ વિદ્યાધર તો નહીં હોય? ત્યાંથી હાર પામીને, અહીં આવીને, એણો વેર વાળ્યું ન હોય?
બની શકે! પરંતુ મને સમજાતું નથી કે વિદ્યાધર મારા પ્રત્યે શા માટે વેર રાખે
૧રપ૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only