________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે? આ જન્મનું તો કોઈ કારણ દેખાતું નથી. હશે કોઈ પૂર્વજન્મનું કારણ? મને તો એના પ્રત્યે કે કોઈ જીવ પ્રત્યે વેરભાવના છે જ નહીં. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે...” “આપ મહાન પિતાના મહાન પુત્ર છો... ઘણાં બધાં પાપકર્મોનો ક્ષય થઈ જાય ત્યારે જ આ મૈત્રીભાવ જીવમાં જાગ્રત થાય છે, આપનાં મોટા ભાગનાં પાપકર્મો નાશ પામ્યાં છે..
‘એ તો સર્વજ્ઞ પરમાત્મા જાણે! ખબર નથી પડતી કે હજુ કેટલાં જન્મ મરણ બાકી છે આ સંસારમાં...?'
પતિ-પત્ની મૌન થઈ ગયાં, ભાવુક બની ગયાં... આંખો ભીની થઈ ગઈ.... કુમાર રત્નાવતી સામે જોઈ રહ્યો. રત્નાવતીએ કહ્યું: “નાથ, જો આપની ઇચ્છા થતી હોય તો આપણે સાધ્વીજી પાસે જઈએ, અથવા આપ થાક્યાં હશો. વિશ્રામ કરો. હું આપની સેવા કરીશ...'
દેવી, અત્યારે સાધ્વીજીને જ્ઞાન-ધ્યાનનો સમય છે, આપણા જવાથી એમાં વ્યાઘાત પહોંચે. આપણે ચોથા પ્રહરના પ્રારંભે જઈશું..”
પણ હું તો આખો દિવસ ત્યાં જ રહેતી હતી. છેલ્લા પાંચ દિવસ મારા ત્યાં જ ગયાં!”
એ વિશેષ કારણ હતું. તારા મનની શાન્તિ માટે, પરોપકારી સાધ્વીએ પોતાનાં જ્ઞાન-ધ્યાન ગૌણ કરી દીધાં!”
“પણ મને અંતરાયકર્મ બંધાયું હશે ને?” “ના બંધાય! સમતા-સમાધિ મેળવવાનો આશય હતો ને? કર્મબંધનું પ્રધાન કારણ જીવનો આશય હોય છે. માટે ચિંતા ના કરીશ...'
‘ચિંતા તો મનમાં મોટી જાગી ગઈ છે. આપને વાત પણ કરીશ... સાધ્વીજીનો જીવનવૃત્તાંત સાંભળીને, તો મારું કાળજું ફફડી ઊડ્યું છે. નાનકડા દુષ્કર્મના વિપાકો કેવા દારુણ હોય છે. આપને બધી વાત કરીશ, હમણાં આપ વિશ્રામ કરો...”
શયનખંડ બંધ કર્યો. કુમાર ગુણચંદ્ર લંબાવી દીધું. રનવતીનો કોમળ હાથ કુમારના માથે ફરતો રહ્યો. અને થોડી જ વારમાં કુમાર નિદ્રાધીન થઈ ગયો.... રત્નાવતીના મનમાં અનેક વિચારો ચાલી રહ્યાં હતાં. સંકટના વાદળો વિખરાઈ ગયાં હતાં. સુખનો સૂરજ ઊગી ગયો હતો... બંનેનો આત્મા જાગી ગયો હતો... છતાં હજુ ઘણો સમય સંસારવાસમાં વિતાવવાનો હતો. કેટલાંક કર્મી-પાપકર્મો હોય કે પુણ્યકર્મો હોય, ભોગવ્યા વિના નાશ નથી પામતાં. રત્નાવતી-ગુણચંદ્રને કેટલાંક શુભકમપુણ્યકર્મો ભોગવવાનાં જ હતાં. પરંતુ રાચી-મારીને તેઓ ભોગસુખો નહીં ભોગવે! અનાસક્ત હૃદયે ભોગવશે વૈષયિક સુખો ભોગવવા છતાં તેઓ અતિ અલ્પ કર્મબંધ કરશે, હવે ગાઢ-નિકાચિત કર્મબંધ નહીં કરે.
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫e
For Private And Personal Use Only