________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીએ પાંચ શસ્ત્રસજજ ઘોડેસવાર સૈનિકોને સાથે ચાલવાં આજ્ઞા કરી. જમીન પરનાં પગલાં ઓળખનાર રાજપુરુષને સાથે લીધો. મહામંત્રીએ મહારાજાને કહ્યું: ‘રાત્રે વરસાદ પડ્યો છે. જંગલમાં હજુ મનુષ્યોની ખાસ અવરજવર નહીં હોય. એટલે ભીની રેતીમાં મહારાણીનાં પગલાં આપણને મળી જશે.'
માર્ગમાં પાણી આવશે તો પગલાં નહીં મળે!' મહારાજાએ કહ્યું:
આપણે અનુમાનના આધારે આગળ વધીશું... ગમે ત્યાંથી મહારાણીને શોધી કાઢીશું.'
મહારાજા, મહામંત્રી અને પાંચ સુભ, પગલાંને જાણનાર સાથે નગરમાંથી બહાર નીકળ્યા. નગરની બહાર ઉદ્યાન પાસે આવ્યાં. ત્યાં ઊભાં રહ્યાં પગલાંના જાણકારે મહારાણીનાં પગલાં ઓળખ્યાં. પગલે પગલે તે દોડવા લાગ્યો... એની પાછળ ઘોડેસવારો ચાલવા લાગ્યાં.
એકાદ કલાક પછી પાણીનો વહેળી આવ્યો. તેમાં ખૂબ પાણી વહેતું હતું. બધા વહેળાની પાસે જઈને ઊભા. “હવે કઈ દિશામાં જઈશું?” મહારાજાએ મહામંત્રીની સામે જોયું. મહામંત્રી કોઈ એક અનુમાન પર આવી શકતાં ન હતાં. “ચાલો, આપણે વહેળાના કિનારે કિનારે ચાલીએ.... રસ્તામાં કોઈ વટેમાર્ગુ મળી જાય તો પૂછીએ, કે તમે કોશલની મહારાણીને ક્યાંય જોઈ? પણ એમને કોઈ વટેમાર્ગુ ના મળ્યો.... તેઓ આગળ વધે જતાં હતાં...'
આગળ પહાડની ભેખડ આર્વી, વહેળાનું પાણી તે ભેખડમાં પડેલી મોટી તિરાડમાંથી આવતું હતું. આગળનો માર્ગ સાંકડો હતો... શું કરવું - એની મૂંઝવણ સહુને થઈ. વળી, આગળ જવાથી મહારાણી મળશે કે કેમ, એ પ્રશ્ન હતો. એટલે તેઓએ ભેખડની પાસે પથરીલી જમીન પર બેસવા વિચાર કર્યો. સહુ ઘોડા પરથી નીચે ઊતર્યા... મહામંત્રીએ મહારાજાને બેસવા માટે ઘોડા પરથી ગાદી ઉતારીને, જમીન પર ગોઠવી. મહારાજા બેઠાં... તેઓ શૂન્યમનસ્ક બની ગયાં હતાં.
મહામંત્રીએ ગંભીર વિચાર કરીને કહ્યું: “મહારાજા, આપણે અહીંથી પાછા વળીએ.. જે જગ્યાએથી પહાડ પર જવાય છે, એ જગ્યાએ આપણો પહોચીએ. ત્યાં આપણને પહાડ પર જનારા માણસો મળી જશે... એમને પૂછી પણ શકાશે... અને જરૂર પડે આપણે પહાડ પર પણ જઈ શકીશું.” “ભલે, ચાલો એ જગ્યાએ જઈએ...” સહુ પહાડની તળેટીમાં પહોંચ્યા.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૩
For Private And Personal Use Only