________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવારે રાજા તને શોધતો શોધતો અહીં આવશે, તને જોશે, તારા સહવાસથી એને અતિ સુખનો અનુભવ થશે... માટે હે રાણી, હવે તારે સંતાપ નથી કરવાનો, કે મરવાનો વિચાર નથી કરવાનો...”
ભગવંત, આપનાં દર્શન થયાં ત્યારે જ મરવાનો વિચાર તો મરી ગયો હતો. છતાં સંતાપ થોડો હતો. એ પણ મારી બિહામણી જન્મપરંપરા સાંભળીને, દૂર થઈ ગયો છે. હવે તો મારું મન સંસારનાં સર્વ સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. હવે મને મહારાજા પ્રત્યે પણ રાગ નથી રહ્યો. મને આપનાં વચનોથી સમજાઈ ગયું છે કે સર્વ અનર્થોનું મૂળ રાગ છે. જો ચંદ્રયશાના ભવમાં બંધુસુંદરી પ્રત્યે મને તીવ્ર-દઢ રાગ ન હોત તો? શું હું એના પતિનો અને મદિરાવતીનો વિયોગ કરાવત? એ ના કરાવત તો આ કુતરા-બિલાડી... વગેરેના ભવ કરવા પડત મારે? માટે હે ગુરુદેવ, હવે મહારાજા અહીં આવે તો પણ મને હર્ષ થવાનો નથી. નહીં આવે તો શોક થવાનો નથી. સંયોગના અંતે વિયોગ તો છે જ... હે ભગવંત, આ સંસાર જ દુઃખરૂપ છે, એમાં સુખ મળે જ કેવી રીતે?
આચાર્યદેવે કહ્યું: “હે ભદ્ર, તું જિનવચનને પામી છે. તે કહે છે તે સાચું છે, છતાં રાજા તારા સહવાસમાં સુખી થશે. તારી સાથે જ એ વીતરાગ-વચનનું પાલન કરશે... દુષ્કર વ્રતોનું પાલન કરી, શાશ્વત સુખને પામશે!”
‘તો તો બહુ સારું...” તેઓ પરમ શાશ્વત સુખને પામશે.' એ જાણીને હું પરમ હર્ષિત બની છું...”
આચાર્યદેવ થોડી ક્ષણ મૌન થઈ ગયા. તેઓની જ્ઞાનદષ્ટિમાં હું યોગ્ય દેખાઈ હોઈશ. તેઓએ મને હયું: “હે ભદ્ર, હું તને “પંચનમસ્કાર મહામંત્ર આપું છું, તે તું વિધિપૂર્વક ગ્રહણ કર.”
ભગવંત, આપની મારા પર મહાન કૃપા થઈ, કૃતાર્થ બની.”
વત્સ, તું મારી ડાબી બાજુએ, પૂર્વ દિશા તરફ ઊભી રહે.” ભગવંતને વંદના કરી, મસ્તકે અંજલિ જોડી હું પૂર્વ દિશા સન્મુખ ઊભી રહી.
આચાર્યદેવે પરમગુરુ જિનેશ્વર ભગવંતનું આંખો બંધ કરીને, સ્મરણ કર્યું. પછી આંખો ખોલી, તેમણે મને ત્રણવાર નમસ્કાર મહામંત્ર' સંભળાવ્યો જાણે મારા સર્વ ભયો દૂર થઈ ગયાં હોય અને મને જાણે મોક્ષસુખ મળી ગયું હોય, તેવો પરમાનંદ મેં અનુભવ્યો.
આચાર્યદેવે મને કહ્યું: “હે ભદ્ર, આ મહામંત્રનું સતત સ્મરણ કરતા રહેવાનું છે. આ બાજુની પર્વતગુફામાં તારે આજની રાત નિર્ભયતાથી પસાર કરવાની છે... કરીશ ને?”
આપની કૃપા છે, આપની આજ્ઞા છે, પછી મને ભય શાનો? અવશ્ય રાત્રિ પાસેની ગુફામાં પસાર કરીશ.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only