________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકુમારનો રાજ્યાભિષેક કરવો જોઈએ... મહાદાન આપવું જોઈએ. આઠ દિવસનો પરમાત્મભક્તિનો મહોત્સવ કરવો જોઈએ, નગરલોકોનું સન્માન કરવું જોઈએ...'
હે ભગવંત દેવીએ કહ્યું એ પ્રમાણે બધું કરીને, આપના ચરણોમાં આવીએ છીએ.' “હે ભદ્ર, શુભ કાર્યમાં વિલંબ ના કરાવો.” ‘ગુરુદેવ, અમે વિલંબ કર્યા વિના આવીશું..”
| 0 0 0 મહારાજા નરસુંદરે રાજસભા ભરી.
રાજસભામાં આવવા સર્વે રાજપુરુષો અને સર્વે નગરશ્રેષ્ઠીઓને આમંત્રણ અપાયો. પ્રજાને જાણ થઈ ગઈ હતી કે “મહારાજા અને મહારાણી રાજપાટ છોડીને, દીક્ષા લેવાનાં છે...' પ્રજાના હૃદયમાં અમારા પ્રત્યેનો આદરભાવ ખૂબ વધી ગયો હતો. એ દિવસે રાજસભા ખીચોખીચ ભરાઈ હતી. હું અને બીજી રાણીઓ પણ પડદા પાછળ બેઠી હતી. મહારાજાની પાસે જ યુવરાજ સુરસુંદર બેઠો હતો.
સુરસુંદર ગુણવાન હતો, બુદ્ધિમાન હતો ને પરાક્રમી હતો. પ્રજાનો પ્રેમ એણે મેળવેલો હતો. મંત્રીમંડળનો પણ વિશ્વાસ પ્રાપ્ત કરેલો હતો.
મહારાજાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું ‘મારા પ્રિય પ્રજાજનો, એક કહેવત છે કે જે થાય તે સારા મા !” મારા દ્વારા મહારાણીને થયેલો અન્યાય, અમારા બંનેના સારા માટે થયો છે. જો મહારાણીને મેં સજા ન કરી હોત તો તેઓ સામેના પહાડ ઉપર ના જાત... એ ના જાત તો એમને શોધવા હું ના જાત.. તો કલ્પવૃક્ષ સમાન ગુરુદેવનો સમાગમ ન થાત... અને આવા સર્વજ્ઞ સમાન ગુરુદેવ ના મળ્યાં હોત તો જનમ-જનમના ભેદ ના ખૂલત... તો મને કે દેવીને આ સંસાર પ્રત્યે, આ ગૃહવાસ પ્રત્યે વૈરાગ્ય ના થાત...
અલબત્ત, અજ્ઞાનવશ અને દેવી ઉપદ્રવના કારણે, દેવીને મારા તરફથી ઘણું જ કષ્ટ પડયું છે... મને એ વાતનું પાર વિનાનું દુઃખ છે... પરંતુ મેં ક્ષમા માગીને, મારાં ચિત્તને સ્વસ્થ કર્યું છે. આવા તો જાણતાં-અજાણતાં અનેક અનર્થ આ જીવનમાં થયા હશે ને અનેક પાપકર્મ બંધાયા હશે. એના દારુણ વિપાકો ભવાંતરમાં ના ભોગવવા પડે, તેનો એક જ ઉપાય ગુરુદેવે બતાવ્યો છે, તે છે ચારિત્રધર્મની આરાધના.
મેં અને દેવીએ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. એ પૂર્વે અમે સુરસુંદર કુમારનો રાજ્યાભિષેક કરવા ઇચ્છીએ છીએ.. બે-ચાર દિવસમાં જ શુભમુહુર્ત રાજ્યાભિષેક થઈ જશે. વિશેષમાં, મારાં પ્રજાજનો, મારા તરફથી તમને કોઈનેય દુઃખ થયું હોય તો ક્ષમાયાચના ચાહું છું...'
પ્રજાજનો રડી પડ્યાં. સહુએ મહારાજાની ક્ષમા માગી. મહારાજાએ સર્વે પ્રજાજનોનું ભોજન-વસ્ત્ર-અલંકારોથી અભિવાદન કર્યું.
૧૨૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only