________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને સમજાવો. અને આજ્ઞા કરો... કે હવે મારે શું કરવું?
દેવી, તું શ્રાવકધર્મ અંગીકાર કર.” એટલે શું કરવાનું?”
તારે અણુવ્રત, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરવાનાં અને એ વ્રતોનું દઢતાથી પાલન કરવાનું. પહેલાં હું તને એ વ્રતો સમજાવું છું. તું વિચારજે કે આ પ્રતિજ્ઞાવ્રતો તું પાળી શકીશ કે કેમ?”
કેમ નહીં પાળી શકું? આપ જે આજ્ઞા કરશો. જે રીતે જીવન જીવવાનું માર્ગદર્શન આપશો, એ રીતે હું જીવન જીવીશ..”
પરંતુ દેવી, કુમારની અનુમતિ..”
તેઓ મને ના નહીં જ પાડે. એમ નહીં કહે કે શા માટે તેં વ્રત લીધાં?” અને એમનાં સુખમાં કોઈ અવરોધ નહીં આવે, એ રીતે જ આપ મને વ્રતો આપવાનાં છો!”
“દેવી, પુરુષને સ્ત્રી સાથેનો મુખ્ય સંબંધ વૈષયિક હોય છે. મૈથુનસેવનનો હોય છે. આ વ્રતો એમાં બાધક બનતાં જ નથી. મૈથુનનો ત્યાગ – ‘સ્વપુરુષ સંતોષ અને પરપુરુષ-ત્યાગ’ આ રીતે હોય છે....
ઓહો! સ્ત્રી આવું વ્રત લે, તેમાં પતિ રાજી જ હોય ને! દરેક પુરુષ ચાહતો હોય છે કે એની પત્ની પર પુરુષની ત્યાગી રહે! આ વાત તો ઘણી સારી છે.'
તો એ સિવાય તો બીજાં વ્રતો સાથે પુરુષને ખાસ નિસ્બત હોતી નથી... ખાસ કરીને રાજમહેલોમાં તો નહીં જ!'
હે ભગવતી, આપ સાચું કહો છો. મને વ્રતો લેવામાં કોઈ જ વાંધો નથી આવવાનો...'
છતાં તું જ્યારે રાજકુમાર આવે ત્યારે વાત કરી દેજે કે મેં આ પ્રમાણે વ્રતો લીધાં
સાધ્વીજીએ રનવતીને અણુવ્રતો વગેરે બાર વ્રતોની સમજણ આપી. તે પછી વિધિપૂર્વક એને વ્રતો આપ્યાં. રત્નાવતીએ ઉલ્લાસથી એ વ્રતો ગ્રહણ કર્યા.
એ કાર્ય પૂર્ણ થયું. ત્યાર પછી રત્નવીએ સાધ્વીજીને પ્રશ્ન પૂછ્યો : હે ભગવતી, આપે મારા સૌભાગ્યનું અનુમાન મારા સ્વરના આધારે કર્યું હતું ત્યારે મેં આપને પૂછેલું કે “મારો વિશિષ્ટ સ્વર કેવો છે? ત્યારે આપે કહેલું કે પરમાનંદ યોગમાં જેવો પતિનો સ્વર હોય તેવો!” હે ભગવતી, આર્યપુત્રનો પરમાનંદ કેવો થયો છે? શું આર્યપુત્ર ક્યાંય જિનવચન સાંભળ્યું છે? આપ આપના જ્ઞાનબળથી કહી શકો?'
સાધ્વીએ કહ્યું: “હા, હું કલ્પના કરું છું. મને આંતરસંવેદન થાય છે કે કુમારે અવશ્ય જિનવચન સાંભળ્યું છે, તેને ગમ્યું છે અને આંશિક રીતે સ્વીકાર કર્યો છે, એ વખતે એણે પરમાનંદ અનુભવ્યો છે!'
૧૫
ભાગ-૩ % ભવ આઠમો
For Private And Personal Use Only