________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{૧૮૮h]
અમે સહુએ દબાતે પગલે ગુફામાં પ્રવેશ કર્યો. મારી પૂર્વ સુચના મુજબ મહારાજા સહિત સહુએ પોતપોતાનાં શસ્ત્રો બાજુની ગુફામાં મૂકી દીધાં હતાં. ગુફાનું પ્રવેશદ્વાર કાળા પથ્થરનું અને નીચું હતું. મસ્તક નમાવીને જ પ્રવેશ કરવો પડતો હતો. અંદર ગયા પછી દસેક મિનિટ તો અંધારું જ લાગે! પછી ધીરે ધીરે અજવાળું પથરતું જાય! મહારાજાનો હાથ મેં પકડી રાખ્યો હતો. જ્યાં બેસવાનું હતું, તે જગ્યા આવી. મેં તેમનો હાથ દબાવીને, બેસવાનો સંકેત આપ્યો. અમે બંને જમીન પર બેઠાં. અમારી પાછળ મંત્રી વગેરે બેઠાં.
અમે બે હાથ જોડી, આંખો બંધ કરી, સ્થિર આસને બેઠાં હતાં. થોડી ક્ષણો વીતી. અમારા કાને ‘ધર્મલાભ'નો આશીર્વાદ સંભળાયો. અમે આંખો ખોલી... આચાર્યદેવના તેજસ્વી અને સુંદર મુખ પર સ્મિત રમતું હતું. અમે સહુ ઊભા થઈ ગયાં. પંચાંગ પ્રણિપાત કર્યો. પછી ત્યાં રહેલા સર્વ મુનિવરો પાસે જઈ, મસ્તકે અંજલિ જોડી, પ્રણામ કર્યા. ત્યાર બાદ આચાર્યદેવની સામે વિનયથી બેઠાં.
મહારાજાની દૃષ્ટિ ગુરુદેવ સામે જ સ્થિર હતી.
‘ગુરુદેવ, આપે મારા પર મહાન ઉપકાર કર્યો. દેવીને આપે પરમ આશ્વાસન આપ્યું.. મૃત્યુને ભેટવા એ જતી હતી... આપે એને બચાવી લીધી... એના અતિ સંતપ્ત ચિત્તને આપે પરમ શાન્તિ આપી... એટલું જ નહીં, એના પૂર્વજન્મોની યથાર્થ વાતો કરીને... કર્મોના કઠોર વિપાક સમજાવ્યાં. દેવીએ મને બધી જ વાત કરી છે... એ બધી વાતો સાંભળીને મારું ચિત્ત ખળભળી ઊડ્યું છે. આ સંસારમાં કેવી રીતે જીવાય? દેવીએ પૂર્વજન્મમાં જે દુષ્કૃત્ય કર્યું હતું. એના કરતાં તો ઘણો ઘણાં વધારે દુષ્કૃત્યો અમે અમારા આ જીવનમાં કરીએ છીએ.. પ્રભો, અમારે કેવા. કર્મવિપાકો ભોગવવા પડશે? મનમાં બહુ મોટી ચિંતા પેદા થઈ ગઈ છે... હવે તો આપ જ અમારા જીવનના પથપ્રદર્શક છો. આપ જ અમને આજ્ઞા કરો.. કે અમારે શું કરવું જોઈએ...'
આચાર્યદેવે મધુર અને ગંભીર ધ્વનિમાં કહ્યું:
રાજન, તમારે બંનેએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ તમને સમજાવું છું. તમે સ્થિર ચિત્તે સાંભળો.
સર્વપ્રથમ તમારે મન-વચન-કાયાને સ્થિર કરવાનાં છે. છે તે પછી બધી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે.
જે ભૂતકાળમાં થઈ ગયેલા પાપોનું પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૧૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only