________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘દેવી, મારા પર રોષ ના રાખશો. મારું ઘોર અજ્ઞાન જ આ ઘટનામાં કારણભૂત બની ગયું છે...'
‘આપનું અજ્ઞાન નહીં સ્વામીનાથ, પરંતુ પેલી યક્ષિણીએ રચેલી માયા કારણભૂત બની હતી...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ના, ના, હું જ કારણભૂત બન્યો...’
‘આ સમગ્ર ઘટનામાં હું અને મારાં દુષ્કર્મ જ અસાધારણ કારણભૂત છે. આપ અને યક્ષિણી તો નિમિત્ત માત્ર બન્યાં છો અને આપના ઉપર મારા મનમાં રોષ જન્મે ખરો? અસંભવ વાત છે... મેં આપને કહ્યું ને કે મારા પૂર્વજન્મમાં એટલે આ જન્મથી માંડીને પાછળના નવમા જન્મમાં મેં બે પ્રેમી વચ્ચે વિરહની દીવાલ ઊભી કરી હતી, બે પ્રેમીને વિખૂટાં પાડ્યાં હતાં... અને તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું... એ પાપના વિપાક મેં નવ નવ જન્મ સુધી ભોગવ્યા છે... બસ, અત્યારે આપ મળ્યાં... એટલે પેલું મારું પાપકર્મ ભોગવાઈ ગયું. હવે એ પાપકર્મના વિપાક ક્યારેય ભોગવવાના નહીં રહે.......'
મહારાજા આશ્ચર્યથી સાંભળી રહ્યાં હતાં. હું અટકી એટલે એમણે કહ્યું:
‘દેવી, સામાન્યતઃ હું સમજું છું કે આ સંસાર અનાદિકાલીન છે. તેમાં કર્માધીન જીવો પણ અનાદિકાળથી છે. પરંતુ તું જે તારી વાત કરે છે... તે વાત (નવ જન્મોની) તેં કેવી રીતે જાણી?'
‘ગુરુદેવની કૃપા થઈ. તેમના મુખેથી જાણી.’
‘ક્યાં મળ્યા ગુરુદેવ?'
અહીં આ જ પ્રદેશમાં, બાજુની ગુફામાં...' એમ કહીને મેં દિવસ તથા રાત્રિનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. મહારાજા અતિ હર્ષિત થયા... તેમણે કહ્યું: ‘આવા શ્રેષ્ઠ સર્વજ્ઞ જ્ઞાની ગુરુદેવનો યોગ અનંત પુણ્યના ઉદયથી જ મળે, દેવી! આ તો રણપ્રદેશમાં કોઈ મીઠાં પાણીની વીરડી મળી જાય... તેવું થયું! ક્યાં પર્વત પર ઝંપાપાત કરીને મરી જવાની વાત, અને ક્યાં કરુણાસાગર ગુરુદેવના મિલનની વાત!'
૧૪
મેં શાન્તિથી મારા નવ જન્મોથી કથા સંભળાવી દીધી...
મહારાજાએ કહ્યું: ‘દેવી, ચંદ્રયશાના ભવમાં તમે યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવા માટે, યશોદાસના ચિત્તને મદિરાવતી પ્રત્યે ઉદાસીન કરવા ઉપાય કર્યો હતો. તારી સખી બંધુસુંદરીને એના પતિ તરફથી વૈષયિક સુખ મળે, એ માટે ઉપાય કર્યો હતો... છતાં એ ઉપાય સાચો ન હતો, માટે જ પાપકર્મ બંધાયું ને? જો ઉપાય સારો હોત તો પાપકર્મ ન બંધાત!'
‘હે નાથ, બંધુસુંદરી મારી સખી હતી. તેણીએ મારા મનમાં મદિરાવતી પ્રત્યે દ્વેષ
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only