________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંથી પસાર થયાં. રાજાએ અને મંત્રીએ એ સહુને પૂછ્યું“કોશલ દેશની મહારાણીને તમે ક્યાંય દીઠી છે?” સહુએ એક જ જવાબ આપ્યો: “ના, અમે મહારાણીને નથી જોયાં....” જવાબ સાંભળીને સહુનાં મુખ વિલખાં પડી જતાં હતાં.
સંધ્યાનો સમય થયો. મહામંત્રીએ કહ્યું: “મહારાજા, આપણે નગરમાં જઈએ.. રાત્રિ વિશ્રામ મહેલમાં કરીને, કાલે સવારે પાછા દેવીને શોધવા...”
તમે સહુ જાઓ નગરમાં... હું તો દેવીને શોધીને, દેવીની સાથે જ નગરમાં આવીશ. રાત્રિ તો અહીં જ પસાર કરીશ.”
મહામંત્રીએ બે ઘોડેસવારોને નગરમાં મોકલીને, કપડાંના ત્રણ તંબૂ મંગાવી લીધા. ત્યાં જ પહાડની તળેટીમાં તંબૂ લગાવી દીધો. એક તંબૂ મહારાજા માટે, બીજો મહામંત્રી માટે અને ત્રીજો સૈનિકો માટે...
સંધ્યા ખીલી હતી. પેલો રાજપુરુષ આસપાસ ફરતો જમીન પર પગલાં જ જોયાં કરતો હતો. તેણે અચાનક ત્યાં વિશિષ્ટ પગલાં પડેલાં જોયાં... પગલાંમાં વિશિષ્ટ ચિહ્ન હતું ત્રિશૂળનું. બીજું ચિહ્ન હતું પાનું... તેના મનમાં ઝબકારો થયો. આવું ચિહ્ન સામાન્ય સ્ત્રીનું ના હોય. આ ચિહ્ન પધિની સ્ત્રીનું જ છે. આ રસ્તે... પગે ચાલીને એવી કોઈ સ્ત્રી ગઈ છે... એ મહારાણી કેમ ના હોય?”
એ રાજપુરુષે જઈને, મહામંત્રીને વાત કરી. મહામંત્રીએ મહારાજાને વાત કરી. મહારાજા એ જગ્યા પર ગયા. ધ્યાનથી આગળ પાછળ પડેલા બે પગલાં જોયાં... પગલાનાં ચિહ્નો જોયાં... “આ દેવીનાં જ પગલાં છે! આ રસ્તે પહાડ પર ગઈ લાગે છે. *
મંત્રીએ કહ્યું: “મહારાજા, કાલે સવારે પહાડ પર જઈને, તપાસ કરીશું. હવે અંધારું થયું છે. હવે આગળ પગલાં દેખાશે નહીં. પહાડમાં કઈ દિશા તરફ આપણે જઈશું?”
રાજાએ કહ્યું: “ભલે, સવારે પહાડ ઉપર જઈશું. પરંતુ એક વાત નક્કી છે કે રાણી પહાડ ઊપર ગઈ છે...'
હવે શોધી કાઢતાં વાર નહીં લાગે!' મંત્રી બોલ્યા. હા, જીવતી હશે તો જરૂર મળશે.' મહારાજાએ નિસાસો નાખ્યો. “મહારાણી અવશ્ય જીવતાં છે. આપ પૂર્ણ વિશ્વાસ રાખો. મહાસતી સ્ત્રીઓની રક્ષા થતી જ હોય છે. દેવીતત્ત્વો એમની રક્ષામાં જાગ્રત હોય છે...' મહામંત્રીએ મહારાણીની ઘણી પ્રશંસા કરી. મહારાજાને મંત્રીની વાતો ખૂબ ગમી. બંને તંબૂમાં આવ્યા. સૈનિકોએ પાસેનાં વૃક્ષો સાથે બધા ઘોડાઓ બાંધી દીધાં. તેઓ મહારાજાના તંબૂની આસપાસ ગોઠવાઈ ગયાં. જાગ્રતપણે ચકી કરવા લાગ્યાં. મહામંત્રીને મહારાજાએ પોતાનો જ તંબુમાં રાખ્યાં. રાત્રિના બે પ્રહર સુધી રાજા અને મંત્રી વાતો કરતાં રહ્યાં... ત્યાર પછી બંને નિદ્રાધીન થઈ ગયાં.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૨૪૨
For Private And Personal Use Only