________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે તેઓ બંને જાગ્યા ત્યારે અરુણોદય થઈ ગયો હતો. ઝટપટ તૈયાર થઈને, સહુ પોતપોતાના ઘોડાને પકડીને, પહાડ ઉપર ચઢવા લાગ્યા એક સૈનિકે તંબુઓને સમેટી લીધાં અને પહાડની એક બખોલમાં મૂકી દીધા.
સૈનિકો ફેલાઈને પહાડ પર ચઢતાં હતાં. ચારે બાજુ નજર દોડાવતાં હતાં. તેઓ. ગુફાની આગળના સપાટ મેદાન સુધી પહોંચી ગયાં. મહારાજા એ મેદાનના કિનારે જઈને, ઊભાં રહ્યાં. ત્યાંથી સંપૂર્ણ નગર દેખાતું હતું. તેમની નજરમાં એક અનુપમ દશ્ય ખડું થયું. થોડે દૂર... સુંદર નદી વહેતી હતી. સામેના છેડે હરિયાળાં કોતરો દેખાતા હતાં. અવર્ણનીય દૃશ્ય હતું. મહારાજા એ દશ્ય જોવામાં લીન હતાં ત્યારે સૈનિકો એક ગુફા તો ફેંદી વળ્યા.. બહાર આવ્યાં. એક સીનિકે કહ્યું: “અહીં આવી બીજી ગુફા પણ છે. એક વખત ડાકુઓની શોધમાં હું અને બીજા સૈનિકો અહીં આવેલા છીએ.”
ચાલ, બતાવ બીજી ગુફા!” ઘોડેસવાર સૈનિકો બીજી ગુફાના દ્વારે પહોંચ્યા... તેઓએ મને જોઈ... તેઓ હર્ષિત થઈ ગયાં.. “દેવી મળી ગયાં... દેવી મળી ગયાં!” તેઓ ઘોડા પરથી નીચે ઊતર્યો. હું તો શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં તલ્લીન હતી. એ તો જ્યારે મહારાજાને સૈનિક બોલાવી લાવ્યાં. ત્યારે મારી આંખો ખૂલી હતી. આંખો ખૂલતાં જ ગુફાના દ્વારેથી સવારનાં સૂરજ કિરણો મારી આંખો પર પડ્યાં. મારી આંખો અંજાઈ ગઈ.. મને થયું કે ખરેખર, હું અમારી ભૂમિમાં નથી... સ્વર્ગમાં છું! આખી રાત હું એક જગ્યાએ બેઠી હતી, એક આસને બેઠી હતી, મારી કમર થોડી દુઃખતી હતી, પરંતુ મહારાજા મારી પાસે આવી ગયાં હતાં. મારા બે હાથ પકડીને, તેમણે મને એ ઊંચી શિલા પરથી નીચે ઊતરવામાં સહાય કરી.
મહારાજાનું હૈયું ભરાઈ આવ્યું. તેમની આંખોમાં આંસુ ઊભરાયાં. મને આચાર્યદેવનાં વચનો યાદ આવ્યાં. અમે ગુફાની બહાર નીકળ્યાં. ગુફાની બહાર થોડી જગ્યા સાફ હતી. સૈનિકોએ એ જગ્યા પર ગાદી બિછાવી દીધી. હું અને મહારાજા ત્યાં બેઠાં. મહામંત્રી અને સૈનિકોએ મને પ્રણામ કર્યા. મેં પણ તેમનું અભિવાદન કર્યું. તેઓ ગુફાથી થોડે દૂર અમને એ લોકો ના જોઈ શકે, એવી એક વૃક્ષઘટામાં જઈને બેઠા.
મહારાજાની આંખોમાં ભારોભાર વેદના હતી. તેઓ બોલવા ઇચ્છતાં હતાં પણ બોલી શકતા ન હતા. મને લાગ્યું કે તેઓ તીવ્ર અપરાધભાવ અનુભવી રહ્યા છે. છતાં અશ્રુભીની આંખે તેઓ બોલ્યાં : ‘દેવી, મારો અપરાધ... ઘોર અપરાધ છે... ક્ષમા કરશો?” “નાથ, અપરાધ આપનો નથી, મારો છે! મારાં પૂર્વજન્મોમાં કરેલા દુષ્કર્મનો છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૩
For Private And Personal Use Only