________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભર્યો હતો... એટલે મેં જે ઉપાય કર્યો તે દ્વેષપ્રેરિત હતો, માટે પાપકર્મ બંધાયું. ભલે મિંદરાવતી યશોદાસ માટે પરસ્ત્રી હતી, છતાં એ યશોદાસને ખૂબ ચાહતી હતી. યશોદાસ પણ તેણીને ખૂબ ચાહતો હતો... મેં મદિરાવતી પ્રત્યે યશોદાસના મનમાં દ્વેષ પેદા કરાવ્યો, અણગમો પેદા કરાવ્યો... એના પરિણામે નવ નવ જન્મ સુધી મારે અપ્રિય બનવું પડયું... કોઈનો મને પ્રેમ ના મળ્યો... માત્ર, પૂર્વજન્મના ભીલસ્ત્રીના જન્મમાં વળી થોડી ક્ષણોનો સાધુસમાગમ મળ્યો, એમને માર્ગ દેખાડવાનું નાનું પુણ્ય કરવાની તક મળી ગઈ... અને આ જન્મમાં મને આપનો પ્રેમ મળ્યો! છતાં, પેલું ચંદ્રયશાના ભવનું કર્મ કંઈક બાકી રહી ગયું હશે... તો આ કલ્પના બહારની ઘટના બની ગઈ! પરંતુ ગુરુદેવે મને કહ્યું કે આ ઘટના સાથે પેલું કર્મ સંપૂર્ણ ભોગવાઈ ગયું
છે.'
મહારાજાએ કહ્યુ: ‘દેવી, આ કર્મોની કુટિલતા કેવી છે? માટે આપણે સાવધાનીથી જીવન જીવવું જોઈએ. અજ્ઞાનથી પણ પાપકર્મ ના બંધાઈ જાય... એવી સાવધાની રાખવી જોઈએ... એ માટે શું કરવું જોઈએ, એ મારે આચાર્યદેવને પૂછવું છે. એ પૂછવાનું તો ભૂલી જ ગયો - ‘આચાર્યદેવ ક્યાં બિરાજે છે? અહીંથી દૂર છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં સ્વામીનાથ, નજીકની જ ગુફામાં બિરાજે છે. રાત્રે તેઓ સૂર્યાસ્ત પછી અન્યત્ર ચાલ્યા ગયા હતા! એમની ગુફામાં કોઈ ન હતું. મારી ગુફામાં હું એકલી જ હતી!'
‘તને ભય ના લાગ્યો?’
'ગુરુદેવે મહામંત્ર આપીને, મને નિર્ભય કરી દીધી હતી! રાતભર હું જાપ કરતી રહી... ક્યાં રાત પસાર થઈ ગઈ... મને ખ્યાલ જ નથી આવ્યો. આ ધરતીના પરમાણું જ કંઈ એવા છે!’
‘દેવી, તમે ભાગ્યશાળી છો... દુર્ભાગ્યના ઉદયમાં પણ તમને ગુરુદેવનો સંપર્ક મળ્યો... તેઓની પાસેથી શ્રી નવકાર મહામંત્ર મળ્યો....
‘અને પાછા આપ મળ્યા! પુનઃ ભાગ્યોદય થયો...’ ‘હે પ્રિયે, હવે આપણે ગુરુદેવનાં દર્શન કરીએ...’
‘મહામંત્રી અને સૈનિકોને પણ બોલાવી લો. સહુ ગુરુદેવનાં દર્શન કરી, ધન્ય બનશે, કૃતાર્થ બનશે...’
શ્રી સમરાદિત્ય મહાકા
મહામંત્રી અને સૈનિકોને બોલાવીને મેં કહ્યું: ‘અત્યારે આ સમયે ગુરુદેવ અને મુનિવરો પ૨માત્માના ધ્યાનમાં લીન હશે. માટે આપણે ખૂબ શાન્તિથી, ગુફામાં જઈને, ચૂપચાપ બેસી જવાનું છે.'
સહુએ ગુફામાં પ્રવેશ કર્યો.
For Private And Personal Use Only
૧૨૪૫