________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની યોજનામાં સહકાર આપેલો. બીજું તો કોઈ હિંસાદિ પાપ નહોતું કર્યું... છતાં આવું દૂર કર્મ બંધાઈ ગયું? આટલા બધા અને આવા હલકી યોનિના ભવ મારે કરવા પડ્યા?”
ભ, હજુ તારા ભવ તું સાંભળ! કર્મોની કુટિલતા સમજ ... અને હિતકારનાં હિતવચનો હૈયામાં ધારણ કર. જો તે ચન્દ્રયશાના ભવમાં તારા પિતા-માતાની વાત માની હોત.. એમના હૃદયની શુભ ભાવનાની કદર કરી હોત તો આ ભવપરંપરા ના ચાલત!”
હે ભદ્ર, જે ઘરમાં તું બિલાડી થઈ, ત્યાં દરેક બિલાડાને તું અપ્રિય બની! એક વખતે એક ઘરમાં તું રહેલી હતી, તે ઘરમાં અચાનક આગ લાગી. તું ઘરના એક બંધ ભાગમાં હતી. બહાર ના નીકળી શકી. આગમાં તું ભરખાઈ ગઈ, તારું મૃત્યુ થયું.
જ મરીને તું ચક્રવાકી-પક્ષિણી બની.
પરંતુ ચક્રવાક તારા પ્રત્યે નારાજ બનીને, અન્ય સરોવરમાં ચાલ્યો ગયો. જીવનપર્યંત તને ચક્રવાકનો વિરહ રહ્યો. તારા હૃદયમાં ચક્રવાત પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પરંતુ ચક્રવાક તને જરા પણ ચાહતો ન હતો! ઘણું દુઃખ સહન કરીને, તું મરી.
મરીને તું એક ગામમાં ચંડાળના ઘેર જન્મી. તું યૌવનમાં આવી, તારાં લગ્ન ચંડાળ યુવાન સાથે થયાં. પરંતુ જ્યારે તું તારા પતિને પહેલી વાર મળી, તારું મુખ જોતાં જ એ તારા પર અપ્રીતિવાળો બન્યો. તું અણમાનીતી પત્ની બની. જીવનપર્યત અણમાનીતી જ રહી. એ તને મારતો, ભોજન ના આપતો... ઘણાં કષ્ટ આપતો.. તારું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું.
મરીને તું એક પલ્લીમાં ભીલ કન્યારૂપે જન્મી. જ્યારે તું યુવાનીમાં આવી, એક ભીલ યુવાન સાથે તારાં લગ્ન થયાં, પરંતુ લગ્નના દિવસથી જ તું પતિને અપ્રિય બની. તને પલ્લીમાંથી કાઢી મૂકવામાં આવી. તું જંગલમાં અનાથ સ્થિતિમાં ભટકવા લાગી. કંદમૂળ ખાઈને ગુજારો કરવા લાગી.. તું કોઈ ભીલ પુરુષને પ્રિય ન બની... પરંતુ આ જન્મમાં તને એક શુભ સંયોગ પ્રાપ્ત થયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧33
For Private And Personal Use Only