________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો મને પુત્રની પ્રાપ્તિ થઈ હોત તો મને દુઃખ ન થાત. અને મારો નિર્ણય છે કે બીજા કોઈ પુરુષના સંસર્ગથી મારે પુત્ર નથી જોઈતી... નહીંતર તો મારે જોઈએ એટલા પુરુષ મળે...'
યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવાનો કોઈ માર્ગ નથી? છે માર્ગ, પણ હું જાણતી નથી!” કોણ જાણે છે, એની તને ખબર છે?”
હા, મેં સાંભળ્યું છે કે આ જ નગરમાં એક પરિવાજિકા છે, એનું નામ ઉત્પલા છે. એ આવા બધા મંત્ર-તંત્રના પ્રયોગો જાણે છે ને કરે છે!”
એ ક્યાં રહે છે, એ તું જાણે છે?' હા, નગરની બહાર પૂર્વ દિશા તરફ ક્યાંક એ રહે છે...” ‘તો તું ચિંતા ના કર. હું એનું ઘર શોધી કાઢીશ, અને અહીં બોલાવી લાવીશ.”
બંધુસુંદરી ચંદ્રયશાને ભેટી પડી. તે બોલી: “તું મારી સાચી સખી છે, મારા દુઃખમાં તું જ મને સહાયક બની!”
ચંદ્રયશા બોલી: “તું મારી અનન્ય સખી છે. તારા માટે તો મારા પ્રાણ પણ આપી દઉં... આ તો મામૂલી કામ છે.'
ચંદ્રયશાએ પરિવ્રાજિકાનું સ્થાન શોધી કાઢ્યું. એ શિવની ઉપાસિકા હતી. ચંદ્રયશાએ પરિવ્રાજિ કાને પ્રણામ કરી, એનાં ચરણોમાં પાંચ સોનામહોરો મૂકીને કહ્યું:
હે તપસ્વિની, આપને યશોદાસની પત્ની બંધુસુંદરી યાદ કરે છે.” હું આજે જ એની પાસે જઈશ.” તો મને અને એને ખૂબ આનંદ થશે.' ચંદ્રયશા પરિવ્રાજિકાને લઈને, બંધુસુંદરી પાસે ગઈ. બંનેની મુલાકાત કરાવી આપીને, એ પોતાના ઘરે ગઈ.
બંધુસુંદરીએ પરિવારિકાનો ઉચિત આદરસત્કાર કર્યો, યોગ્ય આસન પર બેસાડીને, પછી પોતાની મૂંઝવણ કહી બતાવી. પરિવ્રાજિકાએ ચપટી વગાડીને કહ્યું: - “હે સૌભાગ્યવતી, તે ધીરજ રાખ. આ કામ તો ચપટી વગાડતાં કરી આપીશ. હું તારા પતિ ઉપર એવો મંત્રપ્રયોગ કરીશ કે એ મદિરાવતી તરફ વેષી બની જશે... અને તને ચાહવા માંડશે!'
“તો આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.” પરિવ્રાજિકા પોતાના સ્થાને ગઈ. એણે પ્રયોગ શરૂ કરી દીધો... એના પરિણામે યશોદાસ મદિરાવતી પ્રત્યે વિરક્ત
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only