________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોડાની લાદ ભરવામાં આવી. મરચાં બાળીને, તેનો ધુમાડો આપવામાં આવ્યો... જાણે કે હું નરકમાં હોઉં ને પરમાધામીઓ પીડા આપતાં હોય... તેવી અસહ્ય પીડા મને થવા લાગી. હું પરવશ હતી... અબળા હતી... અને સામે બાર બાર શસ્ત્રધારી સૈનિકો હતાં... એમને, મને ઘોર પીડા આપવાની આજ્ઞા આપનારા મારા પતિદેવ હતા! જેમણે મને સુખ આપવામાં કમી નહોતી રાખી, એ જ મને દુ:ખ આપવામાં કમી રાખવા નહોતા માગતા... તેમણે સૈનિકોને કહ્યું: ‘આને મેદાનની વચ્ચે ઊભી રાખીને, એવા ચાબખા મારો કે ક્યારેય આ રાજમહેલમાં કે આ નગરમાં પગ ના મૂકે... એ મને ભૂલી જાય...'
હું ધ્રૂજી ઊઠી... મારા મનમાં થયું કે ‘આવી ઘોર વેદના સહેવા કરતાં મારા પ્રાણ જ અત્યારે નીકળી જાય તો સારું...' પરંતુ મૃત્યુ પણ માગ્યું નથી મળતું ને! પેલી વ્યંતરી અંદરથી બહાર આવી, મારી તરફ એક ક્રૂર દૃષ્ટિ નાખી, મહારાજાના હાથ પકડીને, અંતઃપુરમાં લઈ ગઈ... અંતઃપુરનો દરવાજો બંધ કરી દીધો...
સૈનિકો મને પકડીને, મહેલના મેદાનમાં લઈ ગયાં.
એક સૈનિકે કહ્યું: ‘આ વ્યંતરી છે. બહુ સતાવવામાં સાર નહીં... મહારાજા તો આજ્ઞા કરે... આપણને આ ખેદાન મેદાન કરી નાખશે... આપણે એને ચાબખા મારવા નથી...'
બીર્જા સૈનિક બોલ્યો: ‘સાચી વાત છે, જોજો ને આ દુર્જનસિંહની શું દશા થાય છે રાત્રે? મહારાજાને ખુશ કરવા આના મોઢામાં ઘોડાની લાદ ભરીને જોડાથી મારી...'
ત્રીજો બોલ્યો: ‘આ બધી ડાકણો કહેવાય. જો એ વળગશે તો જીવ લઈને જશે.... પેલો દુર્જનસિંહ ગભરાઈ ગયો. એના શરીરે પર્સીનો વળી ગયો... એ મારા પગમાં પડી ગયો... ચોખ્ખા પાણીનો પ્યાલો લઈ આવ્યો. મને કોગળા કરાવી દીધા... ને ક્ષમા માગી.
રાત્રીનો બીજો પ્રહર ચાલતો હતો.
દુર્જનસિંહે કહ્યું: ‘હે દેવીમા, મહારાજની આજ્ઞા છે એટલે અમે તમને નગરની બહાર જે ઉદ્યાન છે, તેમાં મૂકી જઈએ છીએ... પછી આપ આપના સ્થાને જજો, કૃપા કરીને પાછા મહેલમાં આવશો નહીં...'
એ બધા જ ૧૦-૧૨ સૈનિકો ગભરાયા હતાં. મને છોડી દીધી હતી. મેં એમને કહ્યું: ‘મને એક મોટું કાળું વસ્ત્ર આપો.' તેઓએ મને કાળું વસ્ત્ર આપ્યું. મેં માથેથી પગની એડી સુધી એ વસ્ત્ર ઓઢી લીધું. માત્ર મારી આંખો ખુલ્લી રાખી. અમે નગરની બહાર ચાલ્યાં.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૨૫