________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, જો પેલી વ્યંતરી તારો વેષ કરીને, તારું રૂપ કરીને માયાપ્રયોગ કરવા આવી છે... પણ આજે હું એને નહીં છોડું.” એમ બોલીને આર્યપુત્ર મારી પાછળ દોડયા. હું સર્વાગ ધ્રૂજી ઊઠી... થરથરવા લાગી... હું શુન્યમનસ્ક બની ગઈ... ત્યાં તો મહારાજાએ દોડતા આવીને મારો ચોટલો પકડીને, મને હલબલાવી દીધી. મેં ગભરાવેલી આંખે પૂછ્યું:
આર્યપુત્ર, આ બધું શું છે?' એમણે દાંત ભીસ્યા. વાળને સજ્જડ રીતે પકડીને ખેંચ્યા.... ને પેલી મારી પ્રતિકૃતિ જેવી સ્ત્રીને કહેવા લાગ્યા: હે પ્રિયે, મેં તને કહેલું ને કે એ યક્ષિણી હવે તારું રૂપ કરીને, ગમે ત્યારે આવી ચઢશે? તને એણે જોઈ લીધી હતી ને? મને શંકા હતી જ... અને એ આવી! આનું સ્ત્રી-ચરિત્ર જોયું?”
પેલી વ્યંતરી બોલી: “હે આર્યપુત્ર, હવે છોડી દો એને... એની સામે પણ ના જુઓ... એ પાપિણીને અહીંથી જલદી હાંકી કાઢો. બસ, એ જાય પછી મને શાંતિ થશે...'
દેવી, હું એમ જ કરું છું.. એને એવી ભારે સજા કરાવું છું કે ફરીથી એ મારી પાસે આવવાનું જ ભૂલી જાય...”
મારી આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. મારું માથું ફાટફાટ થતું હતું. આર્યપુત્રની પાસે સૂતેલી એ સ્ત્રી પેલી યક્ષિણી જ હતી, એ વાત મને સમજાઈ ગઈ હતી, પરંતુ મહારાજા એને સાચી રાણી માનતાં હતાં અને મને યક્ષિણી માનતાં હતાં! એ યક્ષિણીએ મારું આબેહૂબ રૂપ કર્યું હતું અને મહારાજાને માયાપ્રયોગથી વશ કરી લીધાં હતાં. એ મહારાજા પ્રત્યે મોહિત થયેલી જ હતી. એની પ્રબળ ઇચ્છા હતી મહારાજા સાથે સંભોગસુખ માણવાની! આજે એની ઇચ્છા એ પૂર્ણ કરશે...”
મહારાજાએ કારરક્ષકને કહ્યું: “આઠ સૈનિકોને બોલાવો.' આઠને બદલે ૧૦-૧૨ સૈનિકો ખુલ્લી તલવારે અંદર ઘસી આવ્યા. મહારાજાએ તેમને કહ્યું : “આ સ્ત્રી દેખાય છે મહારાણી, પરંતુ સાચી મહારાણી નથી. સાચી મહારાણી તો અંદર મારા શયનખંડમાં છે. આ તો યક્ષિણી છે. મને ઠગવા માટે એણે મહારાણીનું રૂપ કર્યું છે. માટે તમે એને મારી મારીને, નગરની બહાર કાઢી મૂકો.'
મહારાજાએ મને ધક્કો માર્યો... હું સૈનિકો ઉપર પડી. એક સૈનિકે મારો લાંબો ચોટલો પકડ્યો, બીજાએ મારું ઉત્તરીય વસ્ત્ર પકડ્યું. મેં એ વસ્ત્રને મારા બે હાથે પકડી મારા વક્ષ:સ્થળને ઢાંકી રાખવાનો પ્રયત્ન કર્યો. ત્રીજા સૈનિકે મારા બે હાથ પાછળથી વાળીને પકડ્યાં. પછી ચોથા સૈનિકે, મહારાજાની સામે જ, મારી ઘોર કદર્થના કરવા માંડી. ચામડાના જોડાથી મને માર મારવામાં આવ્યો. મારા મોઢામાં
૧રર૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only