________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યું કે મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થવા લાગી છે! મેં આંખો ખોલી. પલંગમાં બેઠી થઈ ગઈ... હર્ષવર્ધના સામે જોયું. તેણે પૂછ્યું “શું થાય છે મહાદેવી?”
“વર્ધના, મારી જમણી આંખ ખૂબ સ્કુરાયમાન થાય છે, જરૂર કંઈ અશુભ બનવાનું... જ્યારે જ્યારે મારી જમણી આંખ આ રીતે ફરાયમાન થઈ છે ત્યારે ત્યારે અશુભ થયું જ
છે...”
ચિંતા ના કરો મહાદેવી, કુળદેવતાઓ તમારું અશુભ દૂર કરશે...' વર્ધના, જ્યારે અશુભ થયું છે ત્યારે કુળદેવતાઓ પણ હાજર નથી રહ્યાં....'
મહાદેવી, અત્યારે હવે મહારાજા પણ રાજ્યસભામાંથી આવી ગયા હશે... ભોજનાદિથી નિવૃત્ત થઈ ગયા હશે. માટે વસ્ત્રપરિવર્તન કરીને, એમની પાસે ચાલ્યાં જાઓ. પછી તમને કોઈ ચિંતા નહીં રહે. આમેય આજે સંપૂર્ણ દિવસ તમે મહારાજાથી દૂર રહ્યાં છો ને!”
તારી વાત ઉચિત છે, હું હમણાં જ આર્યપુત્ર પાસે જાઉં છું. તમે સહુ તમારા ઘરે જાઓ...' સખીઓ ચાલી ગઈ. મેં વસ્ત્રપરિવર્તન કર્યું. મહારાજાને ગમતાં વસ્ત્ર મેં પહેરી લીધાં, અને મહારાજાના શયનખંડ તરફ ચાલી.
૦ ૦ ૦. મારા મનમાં મનોરથ હતા કે આજે મારો જન્મદિવસ છે. આજે હું મહારાજાને પરમ વિષયાનંદથી પ્રસન્ન કરી દઈશ. દિવસ પ્રજાને આપ્યો, રાત્રિ મારા નાથને અર્પણ કરીશ.” આર્યપુત્રને સુખ આપવાની કલ્પનાઓ કરતી, હું શયનખંડના દ્વારે પહોંચી. મુખ્ય દ્વારે ઊભેલો રક્ષક ખસી ગયો. હું અંદર ગઈ અંદર શયનખંડનું બીજું વાર હતું. એ દ્વાર ખુલ્લું રહેતું. હું જ એ દ્વારમાં પ્રવેશ કરીને, બંધ કરતી હતી. એ દ્વાર ખુલ્લું જ હતું. મેં દ્વાર પાસે ઊભાં રહીને અંદર નજર કરી.. સ્તબ્ધ થઈ ગઈ... પલંગમાં મહારાજા એક સ્ત્રીની સાથે હતા!
એ સ્ત્રીનું રૂપ મારા જેવું જ હતું. એ સ્ત્રીએ મારા જેવા જ વસ્ત્ર પહેર્યા હતાં. છે તે સ્ત્રીના હાવભાવ પણ મારા જેવા જ હતાં...! છે અને એ સ્ત્રીનો અવાજ પણ મારા જેવો જ હતો..
હું અનિમેષ નયને એ સ્ત્રીને જોઈ રહી. એણે પણ મને જોઈ લીધી. પછી એણે આર્યપુત્રના કાનમાં કંઈક વાત કરી. હું ઝડપથી પાછી વળી... ત્યાં તો આર્યપુત્રે ત્રાડ પાડી: “અરે વ્યંતરી, તું ક્યાં ભાગી જાય છે? તારી માયાજાળ મેં જાણી લીધી! શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only