________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
સાવી સુસંગતાનું સ્વવૃત્તાન્ત કથન ચાલુ જ હતું. તેમણે કહ્યું: “હે ભદ્ર, ત્યારબાદ અમારા થોડા દિવસ શાન્તિથી વીત્યા. ને હું યક્ષિણીને યાદ કરતી હતી, ન તેઓ કરતા હતા. જો કે મને એના વિચારો આવતાં હતાં ક્યારેક ક્યારેક, પણ હું મહારાજાને કહેતી ન હતી. મહારાજાને પણ એના વિચાર આવતા જ હશે, પરંતુ મને કહેતાં ન હતાં. તેઓ જોકે સ્વસ્થ દેખાતાં હતાં, પરંતુ બહારથી. તેમના હૃદયમાં ભય અને આશંકા તો ભરેલાં જ હતાં.
0 0 0 મારો જન્મદિવસ હતો.
સવારે ઊઠતાં જ મહારાજાએ મને અભિનંદન આપ્યાં અને ઉત્તમ વસ્ત્ર-અલંકારો ભેટ આપ્યાં. તે પછી હું માભાતિક કાર્યોથી પરવારી, આર્યપુત્રની સાથે જ દુધપાન કર્યું. આર્યપુત્રે મને કહ્યું: “દેવી, આજે તો નગરવાસી મહિલાઓની પંક્તિ લાગી જશે! અભિનંદનની વર્ષા થશે... ભેટસોગાદોનો ઢગલો થઈ જશે!' મેં એમની સામે જોઈને સ્મિત કર્યું. તેઓએ કહ્યું:
“આજે મંત્રીમંડળ સાથે મારે મહત્ત્વની મંત્રણાઓ કરવાની છે, એટલે મારો દિવસ પણ જલદી પૂર્ણ થઈ જશે! એટલે હવે આપણે સંધ્યા પછી જ મળીશું બરાબર ને?” તેઓ હસ્યા. મારા માથે હાથ મૂકીને ઊભા થયા. હું એમને ખંડના દ્વાર સુધી મૂકી આવી અને હું પણ મારા શૃંગારગૃહમાં ગઈ. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોથી મેં મારા દેહને શણગાર્યો. ત્યાં તો મારી સખીઓ આવી ગઈ. સુગંધી પુષ્પો લઈને આવી હતી. તેમણે પુષ્પો અને પુષ્પમાળાઓથી મને સજાવી. પછી મારો હાથ પકડીને, બેઠકખંડમાં લઈ ગઈ. બેઠકખંડ પણ વિશેષ રીતે શણગારેલો હતો. મખમલની જાજમ બિછાવેલી હતી, એના પર કલાત્મક સ્વર્ણ-સિંહાસન મૂકેલું હતું. હું એ સિંહાસન પર બેઠી. મારી બે બાજુ, બે નાના ગોળાકાર આસનો મૂકવામાં આવેલાં. તેના ઉપર મણિમઢેલા થાળ હતા અને થાળમાં ઉત્તમ જાતિના તાંબૂલ મૂકેલાં હતાં. સોનામહોરો મૂકેલી હતી.
મારી પાછળ પંક્તિબદ્ધ મારી નવ સહેલીઓ શ્રેષ્ઠ સાજ સજા કરીને ઊભેલી હતી. ત્રણના હાથમાં પંખા હતાં, ત્રણના હાથમાં સુવર્ણકલશ હતાં અને ત્રણના હાથમાં પુષ્પમાળાઓ હતી. ખંડના બે દ્વાર હતાં. બંને દ્વારો પર અંદરની બાજુએ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨
For Private And Personal Use Only