________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાસીઓ ઊભી હતી, બહારની બાજુ શસ્ત્રસજ્જ સૈનિકો ઊભા હતા.
પ્રભાતનો પહેલો પ્રહર પૂર્ણ થયો હતો. રાજ્યના અધિકારી વર્ગનાં ઘરોની સન્નારીઓ આવવા લાગી. ભેટ આપવા લાગી અને અભિનંદન આપવા લાગી. સહુનાં મુખ પર ઉલ્લાસ ઊછળતો હતો. મુખમાંથી મંગળ શબ્દો વરસતાં હતાં. જે સ્ત્રીઓ આવતી હતી તેમને હું મુખવાસ આપતી હતી અને એક એક સોનામહોર આપતી હતી.
બીજા પ્રહરમાં નગરનાં પ્રમુખ-પ્રમુખ ઘરોની સ્ત્રીઓ આવી ગઈ. ભોજનનો સમય થઈ ગયો હતો. મેં સખીઓને કહ્યું: “આજે આપણે સહુ સાથે અહીં જ ભોજન કરીશું!”
મહારાજા સાથે.' હર્ષવર્ધના બોલી. મેં કહ્યું:
આર્યપુત્ર પણ આજે એમની રીતે ભોજન કરી લેશે. પ્રાય: તો મંત્રણાગૃહમાં જ કરી લેશે ભોજન! આજે મંત્રીમંડળ સાથે વિશિષ્ટ ચર્ચામાં ગૂંથાયેલાં છે....'
“તો તો અહીં આજે મજા પડી જશે!” પ્રિયવંદા ટહુકી ઊઠી. દાસીઓ ભોજનની તૈયારી કરવા લાગી. અનેક પ્રકારની ખાદ્યસામગ્રી તૈયાર થયેલી હતી. એમાં મારી પસંદગીને જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, સહુ સખીઓ, એક પછી એક આવતી ગઈ અને મારા મોઢામાં મીઠાઈનો ટુકડો મૂકતી ચાલી. પછી મેં એ સખીઓનાં મોઢાંમાં મીઠાઈ મૂકી... સહુ આનંદ પ્રમોદ કરતાં ગયા અને ભોજન કરતાં ગયાં..
લગભગ બે-ત્રણ ઘડી પસાર થઈ ગઈ. એક દાસીએ આવીને મને કહ્યું: “મહાદેવી, રાજ્યના બીજાં બીજાં ગામ-નગરોથી સેંકડો સ્ત્રીઓ આવીને, રાજમહેલના મેદાનમાં ઊભી છે... એમને અંદર આવવા દઉં?'
દાસીઓ ને સખીઓએ ભોજન સમારંભ સમેટી લીધો હતો. બધું પૂર્વવત્ ગોઠવાઈ ગયું હતું. તાંબૂલના અને સોનામહોરોના ભરેલા થાળ મૂકાઈ ગયાં હતાં. મારા શરીર પરથી પુષ્પોની માળાઓ અને પુષ્પો બદલી નાખવામાં આવ્યાં હતાં. હું સ્વસ્થ બનીને બેઠી. એક પછી એક સ્ત્રી આવવા લાગી... અભિનંદન આપવા લાગી, ભેટ આપવા લાગી અને પોતાનો સંક્ષિપ્ત પરિચય આપવા લાગી. મેં તેમને તાંબૂલ અને એક એક સોનામહોર આપવા માંડી. આ કાર્યક્રમ ચાલ્યો. ચાલ્યો તે સૂર્યાસ્ત સુધી ચાલ્યો.... હું થાકી ગઈ હતી બેસી બેસીને!
૦ ૦ ૦. હું વસ્ત્રપરિવર્તન કર્યા વિના સીધી પલંગમાં પડી, મારી સખીઓ મારા શરીરને કોમળ હાથે ધીરે ધીરે દબાવવા લાગી. હું આંખો બંધ કરીને પડી હતી. પરંતુ મને
૧૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only