________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપનો જય હો. ઘોર પરિષહોના જીતનારા હે ભગવંત, આપનો જય હો! નાગરાજ ધરણેન્દ્ર પ્રિયાઓથી સેવાયેલા હે પ્રભો, આપનો જય હો! સફળ વિશ્વના જ્ઞાતા સર્વજ્ઞ દેવ, આપનો જય હો! હે દેવાધિદેવ, આપનો જય હો! ભવ્ય જીવોરૂપી કમળોને ખીલવનારા હે અભિનવ સૂર્ય જેવા તીર્થંકર, આપનો જય હો! સૂર-અસુર અને માનવોથી પૂજિત હૈ જગપૂજ્ય, આપનો જય હો! હે દેવ, આપ જ સાચા ચિંતામણિ રત્ન છો. સંસારના જીવોને સદ્ધર્મનો ઉપદેશ આપનારા છો, આપ સર્વે કર્મોથી મુક્ત છો અને આપના શરણે આવનારાઓને મુક્તિ પમાડનારા છો. આપ અણુ પરમાણુના જ્ઞાતા છો... આપ નિરંજનમુનિવૃંદના નેતા છો! આપ ભવસાગરને તરી ગયા છો, શરણાગતને તારનારા છો...' આ પ્રમાણે મેં સ્તુતિ કરી, ત્યાર પછી લલાટે અંજલિ જોડી, ગણધરોને પ્રણામ કર્યાં, સર્વ સાધુઓને વંદન કર્યું... પછી દેવોને પ્રણામ કર્યાં, પુનઃ પરમાત્માને પ્રણામ કરી, યોગ્ય સ્થાને બેઠો.
તીર્થંકર પરમાત્માએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
હે મહાનુભાવો, પ્રત્યેક જીવાત્મા અનાદિ અનંત છે. કોઈ જીવનો પ્રારંભ નથી, કોઈ જીવનો અંત નથી! એવી રીતે અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે. પાપકર્મોથી દુઃખી થાય છે અને પુણ્યકર્મથી તે સુખી થાય છે. પુણ્યકર્મ ધર્મથી બંધાય છે.
* હે મહાનુભાવો, શ્રુતધર્મથી જ ચારિત્રધર્મની સત્યતા-અસત્યતાનો નિર્ણય થઈ શકે છે. ચારિત્રધર્મની સત્યતાનો નિર્ણય કરવો જ જોઈએ. તે માટે ધર્મની પરીક્ષા કરવી જોઈએ. એ પરીક્ષા ત્રણ પ્રકારની છે.
૧. કપ-પરીક્ષા.
૨. છેદ-પરીક્ષા.
૩. તાપ-પરીક્ષા.
* સુવર્ણ-પરીક્ષા પણ આ ત્રણ પ્રકારે જ થતી હોય છે. ‘કસોટી’ ના પાષાણ પર સોનાને ઘસવામાં આવે છે, તે ‘કષ-પરીક્ષા’ કહેવાય, ધર્મના વિષયમાં હિંસા વગેરે પાપોનો જે ધર્મમાં નિષેધ કરાયેલો હોય, અને ધ્યાન, અધ્યયન-અધ્યાપન વગેરેનો વિધિ જે ધર્મમાં બતાવાયેલો હોય, તે કષ-પરીક્ષા કહેવાય.
* વિધિ-નિષેધને અનુરૂપ, અનુષ્ઠાનો જે ધર્મમાં બતાવવામાં આવ્યાં હોય તે ધર્મ છેદ-પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે.
* જીવ-અજીવ છે, જીવ કર્મનો કર્તા છે. ભોક્તા છે. હિંસા વગેરે કર્મબંધનાં કારણો છે. અહિંસા વગેરે કર્મબંધનો તોડવાનાં કારણો છે - આવું જે ધર્મમાં કહેવામાં આવ્યું હોય, તે ધર્મ તાપ-પરીક્ષામાં ખરો ઊતરે છે!
આ રીતે હે મહાનુભાવો, કષ્ટ, છેદ અને તાપની પરીક્ષાથી પરિશુદ્ધ ધર્મ જ સાચો
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૧:૩