________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યક્ષિણી સરોવરના કિનારે દોડી ગઈ. અને અદૃશ્ય થઈ ગઈ. પરંતુ મને લાગ્યું કે એ ત્યાંથી ગઈ નથી! અદૃશ્યપણે હાજર છે. એટલે હું પણ સરોવરના કિનારે ગયો. ત્યાં થોડાં પગથિયાં હતાં. પગથિયાંની ડાબી તરફ પારિજાત અને બોરસલ્લીનાં ઝાડ ઊગેલાં હતાં. જમણી તરફ વાંસના થોડાં વૃક્ષો ઊગેલાં હતાં. ઓવારા ઉપર જંગલી વૃક્ષો નીચા નમીને, ઊભેલાં હતાં. બોરસલ્લી અને પારિજાતની વચ્ચે એક કાળો પથ્થર હતો. ગોળ હતો, તોતિંગ હતો, હું ત્યાં જઈને બેઠો. હું શૂન્યમનસ્ક બની ગયો હતો. ગમે ત્યાં અને ગમે ત્યારે ભૂતડીની જેમ યક્ષિણી પ્રત્યક્ષ થઈને, મારા પર હુમલો કરી શકે એમ હતી.
પારિજાત અને બોરસલ્લીનાં નાજુક પુષ્પો મારા પર પડતાં હતાં. એની ખુશબૂથી હું કંઈક સ્વસ્થ બન્યો. પાણી, પવન અને વરસાદથી ધોવાઈને લીસા બની ગયેલા, એ કાળા પથ્થર પર બેસવાનું મને ગમ્યું હતું, પરંતુ ત્યાં બેસવાની મેં ભૂલ જ કરી હતી. મારે મારા ઘોડાને શોધી અને એના પર બેસી જલદી નગર તરફ આવવું જોઈતું હતું. જોકે મને દિશાભ્રમ થઈ ગયો હતો. નગર તરફનો માર્ગ કઈ દિશામાં છે, એ હું જાણતો ન હતો.
અચાનક મારી પાછળ ઉત્તેજનાભર્યા શબ્દ આવ્યો... “ઓહ... રાજન... થોડી ક્ષણ...' અને પેલી યક્ષિણી મને પાછળથી વળગી પડી! હું તાડૂકી ઊઠ્યો : “અરે શું તું પાગલ છે?” હું એને પકડવા પાછળ ફરું એ પહેલાં તો એણે મારી પીઠ પર બેફામ લાતો મારવા માંડી. હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. યક્ષિણીએ એક મોટો પથ્થર ઉઠાવ્યો.. એણે મારા પર ઘા કર્યો... પણ મેં ઝડપથી એનો ઘા ચુકાવ્યો. હું ગુસ્સાથી ધમધમી ઊઠ્યો હતો. મારી આંખમાંથી આગ ઝરતી હતી,
હું ઊભો થયો. ધૂંઆપૂંઆ થયેલી યક્ષિણી કમર પર બે હાથ ટેકવીને, બે પગ પહોળા કરીને ઊભી હતી. તેનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું હતું. હું ત્વરાથી એની પાસે ગયો અને આડે હાથે એના ચહેરા પર એક ચાપટ મારી દીધી. એ એક ડગલું પાછળ ધકેલાઈ ગઈ. મેં એને કહ્યું: “તું તારા સ્થાને ચાલી જા... હું તને જીવતી નહીં છોડું..”
તે થોડી વાર ત્યાં ઊભી રહી. મારી દૃષ્ટિ તળાવમાં ખીલેલાં કમળો ઉપર ગઈ... અને યક્ષિણી અદશ્ય થઈ ગઈ. પછી મેં વિચાર કર્યો કે “મારે ઘોડો શોધીને, જલદીથી નગરમાં જવું જોઈએ..' ઘોડાને શોધી કાઢ્યો. તેના પર બેઠો અને અંદાજે દિશા જાણી, નગર તરફ ચાલ્યો.
થોડે દૂર ગયો. ત્યાં એક તોતિંગ વૃક્ષ મારી આગળ જ પડ્યું. ઘોડાએ ચમકીને, આગળના બે પગ ઊંચા કરી દીધાં. હું નીચે પડતાં પડતાં બચ્યો... ત્યાં મને આકાશમાં ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. મેં ઉપર જોયું... એ જ યક્ષિણી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only