________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળા પર લાગતો હતો. તેના વાળ ઘેરા ભૂરા રંગની છાંયવાળા કાળા ભમ્મર હતા. એક સેરમાં ગૂંથેલા તેના વાળ ખૂબ લાંબા હતા. તેના લાલ હોઠ પર મારકણું સ્મિત હતું.
મને સમજાતું ન હતું કે મારે શું કરવું? એ યક્ષપત્ની હતી. હું મારી જાતને, મારા મનને, મારા આત્માને પ્રશ્ન પૂછતો રહ્યો. “શું આ કેવળ સ્ત્રી છે? સ્ત્રી ઉપરાંત એ વિઘાશક્તિઓ પણ ધરાવતી હશે... મારે એનાથી બચવું જોઈએ.’
મેં એને કહ્યું: “આ પરલોક વિરુદ્ધ આચરણની વાત છોડ.' તેણે મારા પર આક્ષેપ કર્યો: “અસત્ય વચન પણ પરલોક વિરુદ્ધ જ કહેવાય.” મેં કહ્યું: “હું શું અસત્ય બોલ્યો?'
તે ખડખડાટ હસી પડી, ને બોલી: “ગુના વગર અનુરાગી જનનો કોણ ત્યાગ કરે?' આ વચન તમારું હતું ને? હું તમારા પ્રત્યે અનુરાગી છું. છતાં તમે મારો ત્યાગ કરી છો.. મારો સ્વીકાર નથી કરતા!”
મેં કહ્યું. “ખરેખર, તું મારા પ્રત્યે અનુરાગવાળી નથી... જો તારો મારા પ્રત્યે સાચો અનુરાગ હોત તો તું મને આવા આત્માનું અહિત કરનારા અકાર્યમાં જોડવા પ્રયત્ન ના કરે! માટે તું દોષિત છે, અને દોષિતનો ત્યાગ કરવો જોઈએ...”
તો શું તમે મારો સ્વીકાર નહીં કરો?' “ના, હું તારો સ્પર્શ પણ પસંદ નથી કરતો...” હું હજુ ઊભો થવા ગયો ત્યાં તો એ યક્ષ-સ્ત્રીએ મારા સુંવાળા માંસલ ખભા પર બચકું ભર્યું. એકાએક જેવો હું ઊભો થયો કે મારા પગને ઝાટકો વાગ્યો. તોફાની વાયરો સઢમાં ભરાયો હોય અને એકાએક કૂવાથંભને ઉખેડી નાખે, તેવી જ રીતે હું ઊખડીને નીચે પડ્યો. મને કંઈ સમજાય તે પહેલાં મારી ડાબા હાથની કોણી જમીન સાથે અથડાઈ હતી અને બરડો, ત્યાં ઊગેલા કરમદાના ઝાડમાં ઝીંકાયો હતો. પછી જ મને ખ્યાલ આવ્યો કે યક્ષિણીએ પગની આંટી મારીને, મને પાડ્યો હતો. હું ઊભો થવાનો વિચાર કરું ત્યાં તો એ મારા પર પડી. પણ મેં બે હાથે એની છાતી પર ધક્કો માર્યો. તે ઊભી થઈ ગઈ... પરંતુ એની છાતી ધમણની જેમ ફૂલતી હતી અને એ હાંફતી હતી. તે થોડે દૂર જઈને ઊભી રહી.
હું બેઠો થયો. મારી કોણી ખાસ્સી છોલાઈ ગઈ હતી. મારાં વસ્ત્રો કાદવવાળાં અને પાણીથી ભીનાં થયાં હતાં, હું જાળવીને ઊભો થયો. જ્યાં પેલી યક્ષિણી ઊભી હતી ત્યાં ગયો... હું ગુસ્સાથી ધમધમતો હતો. અને મેં યક્ષિણીના ગાલ પર તમતમતો તમાચો મારી દીધો... ને બરાડી ઊઠ્યો: “રે વ્યભિચારિણી, તું શું સમજે છે મને? કલ્પનામાં પણ મેં પરસ્ત્રી સાથે સંભોગ નથી કર્યો... દૂર ચાલી જા, નહીંતર આ કટારીથી તારા ટુકડા કરી નાખીશ..” માનમાંથી તલવાર ખેંચી કાઢી.
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only