________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી. તે બોલી: ‘રે દુષ્ટ, તું ક્યાં સુધી મારાથી બચી શકીશ? હજુ તને કહું છું કે મારો સ્વીકાર કર... મારી સાથે રંગરાગ ખેલ... સંભોગ કર... તો હું તને અનુકૂળ રહીશ..’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું: ‘અરે દુષ્ટા, હવે જો તું મારા હાથમાં આવે તો તને એવી શિક્ષા કરું કે જીવનપર્યંત તને યાદ રહે!'
પાછી એ અદશ્ય થઈ ગઈ.
પરંતુ, મારા સૈનિકો મને શોધતાં શોધતાં ત્યાં આવી ચઢ્યા. તેઓ મારાં કાદવવાળાં ને ભીનાં કપડાં જોઈ રહ્યા. કોઈ કંઈ બોલ્યું નહીં. અમે ચૂપચાપ નગર તરફ ચાલ્યા. અમે જ્યારે નગરમાં પ્રવેશ્યા ત્યારે રાત પડી ગઈ હતી... અમે રાજમહેલે આવ્યા ત્યારે મારું સ્વાગત કરવા માટે તું મહેલના દ્વારે જ ઊભી હતી...'
સુસંગતા સાધ્વીએ કહ્યું: ‘મેં મહારાજાને ત્યારે કહ્યું: ‘હે નાથ, પછી તો એ યક્ષિણી દેખાઈ નથી ને?’
‘ના, પરંતુ ત્યારથી મારા મનમાં શંકા પેસી ગઈ છે... કે એ દુષ્ટા ગમે ત્યારે આવીને મને હેરાન કરશે. તેથી હું ઉદાસીન રહું છું.’
‘હે સ્વામીનાથ, આપની શીલરક્ષાની કેવી દઢતા? સામે ચાલીને દેવલોકની દેવી આપની પાસે ભોગ-સંભોગની પ્રાર્થના કરે, છતાં આપે જરાય મચક ના આપી! અરે, એ આપને વળગી પડી... છતાં આપનામાં પુરુષ સહજ કામોન્માદ ન જાગ્યો! જંગલ હતું... એકાંત રમણીય પ્રદેશ હતો, છતાં આપનો ગજબ ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ રહ્યો, તે કાંઈ નાનીસૂની વાત ના કહેવાય...’
‘દેવી, હું ક્યારેક પ્રમાદમાં હોઉં ત્યારે જો એ આવી ચડે તો શું થાય, આ ચિંતા મને સતાવે છે, હા, હું સાવધાન હોઉં તો તો એને એવી શિક્ષા કરું કે ભવિષ્યમાં એ મારી પાસે ફ૨કે જ નહીં! પરંતુ આ તો દૈવીમાયા છે ને? ગમે ત્યાં અને ગમે ત્યારે
આવી ચઢે!'
મેં મહારાજાને ખૂબ આશ્વાસન આપ્યું. તેઓ થોડા સ્વસ્થ પણ થયાં, છતાં ક્યારેક ક્યારેક એ ચમકી જતાં હતાં અને ચારે બાજુ જોવા લાગતા હતાં... ક્યારેક જોશમાં આવીને, મ્યાનમાંથી તલવાર કાઢી નાખતા હતા.
૧૧૮
સાધ્વીએ પોતાનો આત્મવૃત્તાંત કહેતાં કહ્યું:
એક રાત્રિની વાત છે.
શયનખંડમાં અમે સૂતાં હતાં. અમે બંને જાગતાં જ પડ્યાં હતાં. બાજુ બાજુમાં અમારા પલંગ હતા. મધ્યરાત્રિનો સમય હતો. હું મારા પલંગમાં બેઠી થઈ. મંદ મંદ
ભાગ-૩ ભવ આઠમો
For Private And Personal Use Only