________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું કોણ છે?” હું “મનોહરા' નામની યક્ષપત્ની છું.' આ પ્રદેશ કયો છે? “આ વિધ્ય નામનું અરણ્ય છે.' તું અહીં એકાકી કેમ છે?”
હું મારા પ્રિયતમ સાથે નંદનવનથી મલયાચલ પર્વત પર ગઈ હતી. ત્યાંથી આ પ્રદેશમાં પાછા ફર્યા ત્યારે કારણ વિના મારા પ્રિયતમ મારા પર ગુસ્સે થયા, મને છોડીને ચાલ્યા ગયા.. માટે હું અહીં એકલી પડી ગઈ છું...”
મેં એને કહ્યું: ‘તમે બંનેએ આ ઠીક ના કર્યું...' તે મારી નજીક આવી, અને તેણે ત્યાં બેસવા માટે કહ્યું. મારો હાથ પકડીને, મને ત્યાં બેસાડ્યો અને પૂછ્યું: કેવી રીતે અમે ઠીક ના કર્યું?'
પતિએ તારો ત્યાગ કર્યો, તે તેણે ઠીક ના કર્યું અને તું એની પાછળ પાછળ ના ગઈ, એ તે ઠીક ના કર્યું!”
એ મારો પતિ સમજ વિનાનો છે. એવા અણસમજુ પતિની મારે જરૂર નથી. .” સતી સ્ત્રીએ આ રીતે ના વિચારવું જોઈએ.”
હે રાજન, જે અનુરાગી સ્વજનનો ત્યાગ કરે તે સજ્જન કેમ કહેવાય? એને સત્ત્વશીલ કેમ કહેવાય?’
હે ભદ્ર, દોષ વિના અનુરાગીનો કોણ ત્યાગ કરે ? તારો કોઈ દોષ એણે જોયો હશે...'
જે પતિ સમજદાર ના હોય તે એવું કરે... આવી રૂપવતી પત્નીનો ત્યાગ કરે!' એમ કહીને, તેણે મારો હાથ પકડ્યો અને તેનું માથું મારા ખભા પર નાખી દીધું.. હું સાવધાન હતો. મેં એને સ્ત્રીસહજ દાક્ષિણ્યતાથી કહ્યું: “મારો હાથ છોડી દે.. અને મારા ખભેથી મસ્તક લઈ લે, મને આવું બધું ગમતું નથી...'
તે મારી સામે આવી, મારી આંખોમાં આંખો પરોવીને, તે બોલી: “હમણાં જ તમે બોલ્યા કે “વિના અપરાધ અનુરાગીનો કોણ ત્યાગ કરે? હું તમને પ્રેમ કરું છું, તો પછી તમે મને કેમ અવગણો છો?'
એમ ના બોલ, તું મારા માટે પરસ્ત્રી છે...” “પુરુષો માટે બધી સ્ત્રીઓ પારકી જ હોય છે!” તે સ્ત્રી મારી નજીક સરી આવી. તેણે મારા બંને હાથ તેના હાથમાં લીધા, તેના હાથ અને હથેળીઓ મુલાયમ હતી. તેણે મારા બંને હાથ ઊંચા કર્યા અને ચૂમ્યા. તે વધારે નજીક આવી. તેનો શ્વાસ મારા શ્રી સમરાદિત્ય મહાકથા
૧રીય
For Private And Personal Use Only