________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
La231
મહારાજાએ મારી સામે જોયું. તેમની આંખોમાં મને ઉદાસી દેખાતી હતી. શંકાશીલતા દેખાતી હતી. મારા અતિ આગ્રહથી તેમણે મને ઉદાસીનું કારણ બતાવ્યું:
‘દેવી, જે દિવસે અશ્વક્રીડા કરીને, મોડો પાછો આવેલો, તે દિવસની આ વાત છે. એ દિવસે જે અશ્વ ઉપર હું બેઠો હતો... એ અથ તોફાની હતો, અવળચંડો હતો... તેણે મને મારા સૈનિકોથી છૂટો પાડી દીધો... એક મહા અટવીમાં મને લઈ ગયો અને જમીન પર ફેંકી દીધો... પછી એ અશ્વ થોડે દૂ૨ જઈને, ઊભો રહી ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને ધીરે ધીરે કળ વળી, હું બેઠો થયો. મધ્યાહ્નનો સમય થઈ ગયેલો. મને ખૂબ તરસ લાગી હતી. હું આસપાસ પાણી શોધવા લાગ્યો. એક નાનું તળાવ મેં જોયું. પાણીથી ભરેલું હતું અને એમાં સુંદર પુષ્પો ઊગેલાં હતાં. મેં ધરાઈને પાણી પીધું... અને ધીરે ધીરે મારા અશ્વ તરફ જવા લાગ્યો. ત્યાં એક ગીચ ઝાડીમાં મારી દૃષ્ટિ પડી... મેં ત્યાં એક યુવતીને જોઈ... હું ઊભો રહી ગયો... એ યુવતીને જોઈ રહ્યો...
એ સ્ત્રીનું રૂપ અવર્ણનીય હતું. અપૂર્વ હતું, આવી સુંદર સ્ત્રી મેં પહેલવહેલી જ જોઈ! તેણે સુંદર અને કીમતી વસ્ત્ર પહેરેલાં હતાં. હિમાલયનાં જોડિયાં શિખરો પર પથરાયેલા બરફની જેમ એક શ્વેત ગૂંથેલી શાલ એના વક્ષઃસ્થળ પર ફેલાયેલી હતી. એની દૃષ્ટિમાં, એના શ્વાસોચ્છ્વાસમાં મને પ્રબળ ઉશ્કેરાટ દેખાતો હતો. તેની આંખો અણિયાળી હતી. તેની આંખોમાં સ્નેહભર્યું આમંત્રણ હતું. તેણે મને પાસે બોલાવવાનો અભિનય કર્યો. તેણે સુંદર રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં. તેનું અધોવસ્ત્ર આછા ભૂરા રંગનું હતું. ઉત્તરીય વસ્ત્ર લીંબુ જેવા પીળા રંગનું હતું. મને પીળો રંગ આમેય ગમતો રંગ હતો. તેનું ગળું સહેજ લાંબુ હોવાથી, તે વધુ રૂપાળી લાગતી હતી. એ ગળા ઉપર ગોઠવાયેલો ચહેરો મને આ પૃથ્વી પરનો નહોતો લાગતો. એનું ઘડામણ કલ્પનાતીત હતું. તેની હડપચી, તેના હોઠ, તેનું નાક... તેની આંખો, તેની ભમ્મરો અને તેના કાન મને અપ્રતિમ લાગતાં હતાં. એ હકીકત હતી કે એ સ્ત્રી જેવી રૂપાળી... અને સર્વાંગ સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ મેં ક્યારેય જોઈ નથી.
૧૨૧૪
તેની કાળી લંબગોળ આંખોમાં કાજળભીનો ચળકાટ હતો. તેના પાતળા હોઠ બરાબર જગ્યાએ, બરાબર પ્રમાણમાં ઊપસેલા હતાં... તે ખૂબ આકર્ષક લાગતી હતી. ક્ષણભર સ્વપ્ન જેવું લાગ્યું... હું તેને જોઈને સ્તબ્ધ બનીને, ઊભો રહ્યો. એ ઘડી... એ પળ કોઈ અજબ હતી, તેમાં સ્તબ્ધતા હતી, છતાં મારી જાગૃતિ હતી. એની પાસે જતાં પહેલાં દૂરથી જ મેં એને પૂછ્યું:
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ આઠમો