________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાવતીએ કહ્યું: “હે ભગવતી, આપની વાત સાચી છે. મને આપનાં વચનો પર સંપૂર્ણ વિશ્વાસ છે, છતાં વ્યાકુળતાથી મેં આપને પ્રશ્ન કર્યો. મને ક્ષમા કરો.”
“વત્સ, આમાં તારો કોઈ દોષ નથી, સ્નેહાકુળ જીવો આવા જ હોય છે. વળી, મેં જે તારી રહસ્યભૂત વાત છતી કરી, તે તને જલદી વિશ્વાસ થઈ જાય એટલા માટે છતી કરી, છતાં તને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરજે...”
અરે ભગવતી, આ શું બોલ્યાં? આપે તો મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે ક્ષમા માગવાની ના હોય. આ ખુલાસો કરીને, તો આપે મારો મહાશોક દૂર કર્યો છે. હવે આપને એક પ્રશ્ન પૂછવો છે...”
પૂછી શકે છે...' “હે ભગવતી, પૂર્વજન્મનાં એવાં કયાં પાપકર્મોનો આ ભયંકર વિપાક મને ઉદયમાં આવ્યો?
“સાધ્વી સુસંગતાએ કહ્યું: “થોડાક અજ્ઞાનતાપૂર્ણ વર્તનથી આ દારુણ વિપાક તેં ભોગવ્યો છે. હે યુવરાજ્ઞી, અજ્ઞાનપૂર્ણ વર્તનની કેવી ભયાનકતા છે, તેનો મેં કેવો અનુભવ કર્યો છે, તે અનુભવની હું વાત કરું છું. તું એકાગ્રતાથી સાંભળજે.”
હે પૂજ્યા, આપનો સ્વવૃત્તાંત હું બરાબર સાંભળું છું, આપે ખરેખર, મારા ઉપર મહાન ઉપકાર કર્યો!'
સાધ્વી સુસંગતાએ સ્વવૃત્તાંત કહેવાનો પ્રારંભ કર્યો: “કૌશલ” નાનો દેશ છે. એ દેશના રાજાનું નામ નરસુંદર હતું. હું એમની ધર્મપત્ની હતી. પટ્ટરાણી હતી. અમારું દાંપત્યજીવન સુખી હતું. પ્રસન્ન હતું. તેઓ મારાથી કોઈ વાત છુપાવતા ન હતા, હું પણ તેમનાં ચરણે પૂર્ણ સમર્પિત હતી. અમારી જીવનયાત્રા સુખરૂપ ચાલતી હતી.
મહારાજા સનિકો સાથે, અવારનવાર અકડા કરવા, નગરની બહાર વિશાળ જંગલમાં જતા, સમયસર પાછા આવી જતા. એક દિવસ તેઓ મોડા પાછા આવ્યાં મેં તેમને કારણ પૂછ્યું નહીં. પરંતુ એ દિવસથી તેઓ ઉદાસ રહેવા લાગ્યા.. એ ઉદાસ રહે, એ મને ના ગમે. મેં કારણ પૂછ્યું, પરંતુ તેમણે કહ્યું: “કંઈ નથી.’ મેં આગ્રહ કરીને પૂછ્યું: “તમારે કારણ કહેવું પડશે. મને હૃદયમાં ચિંતા થાય છે...”
રક ચક જ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only