________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબમાં છોકરી રૂપે જન્મી. તમે બંને યુવાનીમાં આવ્યાં. તમારાં માતા-પિતાએ તમારા બંનેનાં લગ્ન કર્યા. પુનઃ તમે પતિ-પત્ની બન્યાં. તમારો પરસ્પરનો સ્નેહ પ્રગાઢ બન્યો. ભાગ્યનો ઉદય થયો, તમારી દરિદ્રતા દૂર થઈ. તમે બંને સુખપૂર્વક રહેવા લાગ્યાં.
એક દિવસ તમે બંને ઘરમાં બેઠાં હતાં, ત્યારે બે સાધ્વીઓએ ભિક્ષા ગ્રહણ કરવા તમારા ઘરમાં પ્રવેશ કર્યો. તેમને જોતાં જ તમને બંનેને પારાવાર આનંદ થયો. શ્રદ્ધાસંવેગથી તમે બંને રોમાંચિત થઈ ગયાં. તમે બે હાથ જોડીને, મસ્તક નમાવીને વંદના કરી અને ભિક્ષા આપી. તારી પત્નીએ સાધ્વીઓને પૂછ્યું: “હે પૂજ્યા, તમે ક્યાં નિવાસ કર્યો છે?'
નગરની મધ્યમાં વસુશેઠની હવેલી પાસેના ઉપાશ્રયમાં!' એમ કહીને, સાધ્વીઓ ચાલી ગઈ. તમારા બંનેના હૃદયમાં એ સાધ્વીઓ પ્રત્યે ધર્મરાગ જાગ્યો.
દિવસના છેલ્લા પ્રહરમાં તમે પુષ્પો ભરેલી છાબડી લઈને, ઉપાશ્રયે જવા નીકળ્યાં. ક્ષણે ક્ષણે તમારી શ્રદ્ધા, તમારો ભક્તિભાવ વધતો જતો હતો. તમે બંને હર્ષિત હતાં.
તમે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
સામે જ કાષ્ઠાસન પર બિરાજમાન “સુવ્રતા' નામનાં સાધ્વીને જોયાં. અતિ પ્રશાન્ત તેમની મુખાકૃતિ હતી અને તેઓ શાસ્ત્રાધ્યયનમાં લીન હતાં. તમે બંનેએ એમને વંદના કરી. સાધ્વીએ પોતાના ઉજ્જવળ વસ્ત્રમાંથી એક હાથ બહાર કાઢી, થોડો ઊંચો કર્યો. આશીર્વાદ મુદ્રામાં તમને “ધર્મલાભ!' કહ્યો.
“વત્સ, તમે બાજુમાં આવેલા દેરાસરમાં જાઓ અને જિનશ્વરદેવ ઉપર કુસુમવૃષ્ટિ કરીને, ભગવંતનાં ચરણે વંદના કરી આવો.”
તમે બંને દેરાસરમાં ગયાં. જિનેશ્વરની સુંદર મૂર્તિનાં દર્શન કર્યા. પુષ્પવૃષ્ટિ કરી અને ભાવપૂર્વક વંદના કરી. તમે પાછાં સાધ્વી સુવ્રતા પાસે આવ્યાં અને વિનયપૂર્વક બેઠાં.
જ
ક
રક
શ્રી સમસદિત્ય મહાકથા
૧૩૦૫
For Private And Personal Use Only