________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮૧]
‘તમે ક્યાં રહો છો?” સાધ્વી સુવ્રતાએ તમને બંનેને પૂછયું. હે પૂજ્યા, અમે આ ગામમાં જ રહીએ છીએ.”
એ જ સમયે, તમારા ઘરે ભિક્ષા લેવા માટે આવેલાં બે સાધ્વી, ત્યાં આવ્યાં અને ગુરુણીને કહ્યું: “હે પૂજ્યાં, અમે આજે આમના ઘરે ભિક્ષા માટે ગયેલાં, દંપતીની અમે શ્રદ્ધા-ભક્તિ અપૂર્વ જોઈ. કેટલા બધા ઊછળતા ભાવથી તેમણે અમને પ્રાસુક ભિક્ષા આપી છે. અમે તમને કહેલું હતું કે અમારા ઉપાશ્રયની સાથે જ જિનમંદિર છે. તમે જિનમંદિરમાં જિનેર દેવનાં દર્શન કરી શકશો અને અમને પણ મળી શકશો, તેથી તેઓ આવ્યાં છે.”
સુવ્રતા સાધ્વીએ કહ્યું: “હે મહાનુભાવો, તમારા બંનેનાં મન ધર્મમાં લાગ્યાં છે, તમને ધર્મ પ્રિય લાગ્યો છે, એ તમારો ભાગ્યોદય સૂચવે છે. ધર્મ ગમવો ઘણો દુર્લભ છે... એથી પણ વધારે ધર્મનું આચરણ કરવું દુર્લભ છે. તમને દેવ અને ગુરુનાં દર્શને આવવાનું ગમ્યું ને તમે આવ્યાં, તમે બહુ સારું કર્યું,' સાધ્વીજીએ તારી પત્નીની સામે જોઈને કહ્યું:
“હે પુણ્યશાલિની, આ સમગ્ર સંસાર દુઃખરૂપ છે. કોઈને તનનાં દુઃખ, કોઈને મનનાં દુઃખ.. ફોઈને બંને પ્રકારનાં દુઃખ! પરંતુ દરેક જીવ દુઃખી છે આ દુનિયામાં! એ દુઃખોથી બચાવનાર એકમાત્ર ધર્મ છે. દુઃખોથી બચાવનાર ધર્મ જ છે, પરંતુ અજ્ઞાની જીવો ધર્મને છોડી, બીજા બધા ઉપાયો કરે છે. પરિણામે દુઃખ ઘટતાં નથી, પરંતુ વધી જાય છે. તે જીવો સુખથી દૂર દૂર થતાં જાય છે.
હે મહાનુભાવ, સર્વજ્ઞ ભાષિત ધર્મની આરાધના જેટલી મનુષ્ય કરી શકે છે, એટલી આરાધના દેવો પણ કરી શકતા નથી. દેવો એમનાં દિવ્ય સુખોમાં દિન-રાત લીન રહે છે. એવી રીતે નારકના જીવો, બિચારા દિન-રાત દુઃખોમાં રિબાય છે. કહો, એ જીવો ધર્મની આરાધના કેવી રીતે કરી શકે? તમારી પાસે મનુષ્યજન્મ છે! ધર્મપુરુષાર્થ કરવા માટે યોગ્ય જીવન તમને મળેલું છે.
પરંતુ, આ જીવનનો ભરોસો નથી કરવા જેવો. તીર્થકરોએ કહ્યું છે કે આ મનુષ્યજીવન છે સ્વપ્ન જેવું છે.
મૃગજળ જેવું છે. જ ઇન્દ્રજાળ જેવું છે.
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧02
For Private And Personal Use Only