________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ણય કરવાની કેવી કુશળતા છે! મારી વિનંતીનો એમણે તરત જ સ્વીકાર કર્યો... મારે એમની સાથે કોઈ પરિચય નથી, કોઈ ઓળખાણ મેં કાઢી નથી. છતાં તેઓએ મારા પર કૃપા કરી... હું ધન્ય બની ગઈ... કેવી અદ્ભુત છે એમની ગુણસંપત્તિ! એમનાં દર્શન થતાંની સાથે મને કેવો અપૂર્વ હર્ષ થયો...!' તેણે સાધ્વીને કહ્યું: ‘હે ભગવતી, મારા પરિવારને હું શીઘ્ર બોલાવીને આવું છું.’ તે દોડી. તેણે પદ્માવતી અને અન્ય રાણીઓને સાધ્વીના આગમનના સમાચાર આપ્યા અને ઉપદેશ સાંભળવા માટે કહ્યું. સહુ ઝટપટ રત્નવતીની પાછળ જ આવી પહોંચ્યાં, અને સાધ્વીજીની સમક્ષ, વંદન કરીને ઉચિત સ્થાને બેસી ગયા. સાધ્વીએ રત્નવતીની દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવીને કહ્યું:
‘હે વત્સે, આ સંસાર ચાર ગતિરૂપ છે. અનંત અનંત જીવો આ સંસારમાં જન્મમૃત્યુ કરતા, ભટકી રહ્યા છે. ભિન્ન ભિન્ન ગતિઓમાં અને ભિન્ન ભિન્ન યોનિઓમાં જીવો જન્મે છે ને મરે છે. જન્મ અને મૃત્યુની વચ્ચેના જીવનકાળમાં રોગ, શોક, આધિવ્યાધિ-ઉપાધિ તથા વૃદ્ધાવસ્થાથી હેરાનપરેશાન થાય છે... પરંતુ મોહના અંધકારમાં તેમને દુઃખનાં કારણો દેખાતાં નથી... જે દુઃખનાં કારણો છે, તેને સુખનાં કારણો માનીને, તે કારણોને સેવે છે, પરિણામે વધુ દુ:ખી થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં એ સુખ માને છે, એટલે વૈષયિક સુખોની તૃષ્ણાથી પીડાયા કરે છે અને, જીવને ગમે તેટલાં વૈષયિક સુખો પ્રાપ્ત થાય, એ સુખોથી ક્યારેય શાશ્વત તૃપ્તિ થતી નથી... આના પરિણામે એ અજ્ઞાની અને મોહાંધ જીવ,
* વધુ ને વધુ ઇન્દ્રિયોની કદર્થના પામે છે. તેનામાં ક્રોધની આગ પ્રચંડ બને છે.
* અભિમાનના પહાડ પર ચડે છે.
* માયાની વિષમ જાળમાં ફસાય છે, મૂંઝાય છે. * લોભના મહાસમુદ્રમાં ડૂબી જાય છે.
* ઇષ્ટ-પ્રિય જનના વિયોગનું દુ:ખ એને સંતાપે છે.
* કાળ-પરિણતિ એને સંસારના ચગોળમાં ભટકાવે છે.
* અંતે, મૃત્યુ એને ભરખી જાય છે!
હે ભદ્રે, તેં મને સર્વપ્રથમ કહ્યું કે તું મહાદુઃખી છે! હું તને કહું છું કે
* આ સંસાર વ્યાધિઓથી ભરેલો છે, જન્મ-મૃત્યુની પીડાઓથી ભરેલો છે, એવા સંસારના સાચા સ્વરૂપને જાણીને, જેઓએ સંસારનો ત્યાગ કરેલો છે, તેવા મુનિવરોનાં ચ૨ણે જીવન સમર્પિત કરવું જોઈએ, કે જે મુનિવરો સર્વજ્ઞ વીતરાગનાં
૧૨૧૦
ભાગ-૩ ગ્ન ભવ આઠમો
For Private And Personal Use Only