________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૧૮)
મહારાજા મૈત્રીબળે રત્નવીને કહ્યું: “વત્સ, કદાચ આપણા દુર્ભાગ્યથી કે કર્મોની કુટિલતાથી એમ બન્યું પણ હોય, તો એ આપણા બધા માટે દુઃખદ છે ને? તું એકલી કેમ વ્યાકુળ બની જાય છે? તું સ્વસ્થ બન. આકુળતાનો ત્યાગ કર. આજે હમણાં જ પવનગતિ' નામના દૂતને મોકલ્યો છે. પાંચ દિવસમાં જ એ સાચા સમાચાર લઈને આવી જશે. ત્યાં સુધી આપણે સહુ ધીરજ ધરીએ અને પરમાત્માનું સ્મરણ કરીએ.”
રત્નવતી કંઈક સ્વસ્થ બની. તેણે કહ્યું: “પિતાજી, એ દૂત આવે ત્યાં સુધી, આપ આજ્ઞા આપો તો
હું શાન્તિકર્મ કરું. છે દીન-અનાથોને મહાદાન આપું.
દેવતાનું પૂજન કરું. છે અને જ્યાં સુધી આર્યપુત્રના કુશલ-સમાચાર ના મળે ત્યાં સુધી ઉપવાસ
કરું.”
મહારાજાએ કહ્યું: “હે વત્સ, ભલે તારું મન માને એ રીતે કરજે.”
મહારાણી પદ્માવતીએ કહ્યું: “હું પણ યુવરાજ્ઞીની સાથે જ શાન્તિકર્મ વગેરે કરીશ..” મહારાજાએ મૌન અનુમતિ આપી દીધી...
મહારાજા પોતાના ખંડમાં ગયા. સાસુ-વહુએ શાન્તિકર્મનો પ્રારંભ કર્યો. કુમાર ગુણચંદ્રની કુશળતા માટે પ્રાર્થનાઓ થવા લાગી.
૦ ૦ ૦ અયોધ્યાના વિશાળ રાજમાર્ગ પરથી એક સાધ્વીવૃંદ પસાર થતું હતું. સાથ્વીવૃંદમાં સહુથી આગળ ચાલી રહેલાં સાધ્વી અતિ રૂપવતી હતાં છતાં એમની મુખાકૃતિ નિર્વિકારી હતી, કલ્યાણમયી હતી. તેમને જોનારાઓને લાગે કે તેઓ તપસ્વિની છે, ઉપશાન્ત છે, નિર્મળ ચારિત્રી છે,
તે હતાં સાધ્વી સુસવંતા, પૂર્વાવસ્થામાં તેઓ કોશલરાજનાં રાણી હતાં અને શ્વેતાંબાના રાજાની રાજકુમારી હતાં.
૧0૮
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only