________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંત, આપના આ ધર્મોપદેશથી આજે મેં ધર્મના સાચા સ્વરૂપને જાણ્યું. મારા મિઆ વિકલ્પ... મિથ્યા કલ્પનાઓ નાશ પામી. મેં સંસારનાં સુખભોગની કેવી કેવી કલ્પનાની ઇમારતો બાંધી હતી! મારી અજ્ઞાનતા દૂર થઈ. જ્ઞાનદશા પ્રગટ થઈ. હે ગુરુદેવ, મારા હૃદયમાં આપના પ્રત્યે પ્રીતિ પ્રગટી છે. આપની જીવનપર્યત સેવા કરવાના કોડ પ્રગટ્યા છે. એટલે મારે દીક્ષા લેવી જ પડે, પરંતુ અત્યારે હું દીક્ષા નથી માગતો, અત્યારે આપ મને ગૃહસ્થધર્મ આપો.'
ગુરુદેવે કુમારને અને રાજા વિગ્રહને ગૃહસ્થ ધર્મનાં વ્રતો સમજાવીને આપ્યાં. તે બંનેએ વિધિપૂર્વક એ વ્રતો ગ્રહણ કર્યા. તેઓ બંને ભાવશ્રાવક બન્યાં. તેમનાં સંપૂર્ણ શરીરે રોમાંચ થયો. રોમરાજી વિકસ્વર થઈ ગઈ. ખૂબ ભાવપૂર્વક તેમણે ગુરુદેવને વંદના કરી.
ગુરુદેવે ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. કુમારને તેમણે કહ્યું: “વત્સ, મેં જ્ઞાનબળથી તારો પ્રતિબોધ સમય જાણ્યો હતો, અને તેથી જ હું રાજરત્નપુરથી આકાશમાર્ગે અહીં આવ્યો છું! અહીં હું એકલો જ આવ્યો છું. રાજરત્નપુરમાં સાધુઓ મારી પ્રતીક્ષા કરતા હશે. મારે ત્વરાથી પહોંચવું જોઈએ. તમે બંને વ્રતપાલનમાં દૃઢતા રાખજો. પુનઃ તમે મને અયોધ્યામાં મળશો!'
એટલું કહીને આચાર્યદેવે આકાશગમન કર્યું. કુમાર, વિગ્રહ અને અન્ય લોકો ભક્તિભાવથી આકાશમાર્ગને જોઈ રહ્યાં. જ્યાં સુધી આચાર્યદેવ દેખાતાં રહ્યાં ત્યાં સુધી સહ જોતાં રહ્યાં.
ત્યાર પછી કુમારે ઝડપથી અયોધ્યા તરફ પ્રયાણ શરૂ કરી દીધું.
વાનમંતર, ક્યારનોય અયોધ્યા પહોંચી ગયો હતો.
રાજમહેલના નોકરોને રાજમહેલની બહાર મળીને, તેણે વાત કરી: ‘વિગ્રહરાજાની સાથે લડતાં લડતાં કુમાર ગુણચંદ્ર વીરગતિ પામ્યા... હું ત્યાંથી જ આવું છું. વિગ્રહરાજાએ વિજયોત્સવ ઊજવ્યો... ને હું આ બાજુ આવ્યો...'
આ વાત પહોંચી મહારાજા મૈત્રીબળ પાસે. સાંભળતાં તો એમના હૃદયને ભારે આંચકો લાગ્યો. વાત કહેનાર સેવકને તેમણે કહ્યું: ‘શું તને વાત કરનાર વિશ્વસનીય માણસ હતો?'
હા જી, એ પરદેશી યુવાન હતો. વિગ્રહ કરેલો વિજયોત્સવ જોઈને આવ્યો હતો... મહારાજાએ આંખો બંધ કરી. ચિત્તને સ્થિર કર્યું. તેમને પુત્રવિરહનું કોઈ સંવેદન ના પ્રગટ્યું. તેમણે વિચાર્યું: “જો આ સેવકની વાત મુજબ, ન બનવાનું બની ગયું હોય તો અયોધ્યાના ગુપ્તચરો અહીં આવીને, વાત કર્યા વિના ન જ રહે છતાં આ વાત મારે રત્નાવતીને કરવી જોઈએ.” એમ વિચારીને તેઓ ઊઠવા જાય છે,
૧09
ભાગ-૩ * ભવ આઠમાં
For Private And Personal Use Only