________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-ઉપદેશથી તેઓ સંસાર પ્રત્યે વિરક્ત બન્યાં હતાં અને તેમણે દીક્ષા લીધી હતી. તેમની બુદ્ધિપ્રતિભા અપૂર્વ હતી. ગુણોની સંપત્તિ મહાન હતી. ગુરુણી પાસેથી તેમણે જ્ઞાનપ્રકાશ મેળવ્યો હતો. સંયમના પાઠ ભણ્યાં હતાં.
પછી તો તેમની અનેક શિષ્યાઓ થઈ. ગુરુણીની આજ્ઞાથી તેઓ સાધ્વીવૃંદ સાથે ગામ-નગરોમાં વિચરતાં હતાં. તેઓ અયોધ્યામાં પધાર્યાં હતાં.
રાજમહેલના ઝરૂખામાંથી રત્નવતીએ તેમને રાજમાર્ગ પરથી પસાર થતાં જોયાં. જમીન પર સ્થિર દૃષ્ટિ રાખીને, સર્વે સાધ્વી મૌનપણે જઈ રહ્યાં હતાં.
સાધ્વીનાં દર્શન થતાંની સાથે રત્નવતીના હૃદયમાં આનંદ પ્રગટ્યો... એનો શોકવિષાદ દૂર થયો. તેનું આત્મવીર્ય ઉલ્લસિત થયું.
તે ઝડપથી નીચે ઊતરી... તે જાતે જ રાજમાર્ગપર દોડીને, સાધ્વીની સામે ઊભી રહી ગઈ. સાધ્વીવૃંદ રાજમાર્ગ પર ઊભું રહી ગયું...
રત્નવીએ મસ્તકે અંજલિ જોડી, સાધ્વીને વંદના કરી. અતિ સદ્ભાવ હૃદયમાં ભરીને તે બોલી:
‘હે ભગવતી, આપ દુ:ખી આત્માઓ પ્રત્યે વાત્સલ્યવાળાં છો, એ આપની સૌમ્ય મુખાકૃતિથી સમજાય છે. હું આપને વિનંતી કરું છું કે જો આપને કોઈ પણ પ્રકારની અગવડ ના હોય તો આ મારા ઘરમાં પધારવાની કૃપા કરો. હે માતૃહૃદયા, હું યુવરાજ્ઞી છું, મહેલમાં રહું છું... પણ આજે હું મહા દુઃખી છું... તમારાં દર્શનથી મને કંઈક શાન્તિ મળી છે. મનમાં હર્ષ થયો છે... હે ભગવતી, આપ ધર્મશાસ્ત્રનાં જ્ઞાતા છો, મારે આપને મુખે ધર્મની વાતો સાંભળવી છે... જેથી બળી રહેલું મારું હૃદય શીતળતા અનુભવે...'
સાધ્વીએ કહ્યું: ‘હે ધર્મશીલે, ધર્મની દેશના આપવા માટે તારા ઘરમાં આવવામાં કોઈ દોષ નથી. બાકી, ઘરના લોકોને અપ્રીતિ આદિ ના થાય, તે માટે અમારે સાવધાની રાખવાની હોય છે.'
રત્નવતીએ કહ્યું: ‘હે ભગવતી, મારા ઘરમાં મારાં સાસુ-સસરા ધર્મશ્રદ્ધાવાળાં છે... તેમને તો આપનાં દર્શનથી ખૂબ આનંદ થશે!'
જો એમ હોય તો અમને આવવામાં વાંધો નથી...'
‘આપે મારા પર મહાન કૃપા કરી... ચાલો પધારો...’
રત્નવતીની સાથે સાધ્વીવૃંદે રાજમહેલમાં પ્રવેશ કર્યો. રત્નવતીએ આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો. એક કાષ્ટાસન ઉપર સાધ્વીને બેસાડ્યાં.
રત્નવતી વિચારે છે: ‘ખરેખર, આ સાધ્વીજીનું રૂપ કેવું અનુપમ છે! અને તત્કાળ
શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૦૯
For Private And Personal Use Only