________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નમાં મનુષ્ય ઘણું બધું જુએ છે. ઘણું બધું અનુભવે છે, પરંતુ સ્વપ્ન પૂરું થતાં, જ્યારે એ જાગે છે ત્યારે એ બધું સ્વપ્ન મિથ્યા લાગે છે... કંઈ વાસ્તવિક હોતું નથી. એમ મનુષ્યજીવનનાં ભોગસુખો પણ વાસ્તવિક નથી, માત્ર સુખોનો આભાસ હોય છે. સ્વપ્નની જેમ જીવન ક્યારે પૂરું થઈ જાય - તે કહી શકાતું નથી.
એવી જ રીતે આ જીવન મૃગજળ જેવું છે. તમે જો રણપ્રદેશમાં ફર્યા હશો તો મૃગોને, મધ્યાહ્નકાળે.. જ્યારે તરસ લાગે છે. તેઓ આસપાસ પાણી શોધે છે. આસપાસ જ્યારે પાણી દેખાતું નથી, તેઓ દૂર દૂર પાણી માટે નજર નાખે છે... દૂર તેમને રેતીમાં પાણીની ભ્રમણા થાય છે... અને તે પીવા માટે તેઓ દોડે છે... ત્યાં પાણી મળતું નથી. પાછાં દૂર દૂર પાણી જુએ છે. દોડે છે... ત્યાં પાણી મળતું નથી. વળી દૂર દૂર જુએ છે. પાણીનો આભાસ મળે છે... દોડે છે... નિરાશ થાય છે... અને થાકી જાય છે... ને પાણીની તરસમાં પ્રાણ નો ત્યાગ કરી દે છે.
આ સંસારમાં પણ મનુષ્યની આ જ દશા છે ને? પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયોને મેળવવા માટે ને ભોગવવા માટે મનુષ્ય જીવન પર્યંત સુખો પાછળ ભટકે છે. એને તૃપ્તિ થતી નથી. છેવટે તે દુઃખી થઈને, મોતનો કોળિયો બની જાય છે.
જેવી રીતે આ જીવન સ્વપ્નસમાન છે, મૃગજળસમાન છે, તેવી રીતે ઈન્દ્રજાળ સમાન છે! હે મહાનુભાવ, દુનિયાના જાદુગરો “ઇન્દ્રજાળ' રચતાં હોય છે. તેઓ,
જ્યાં જે ના હોય તે દેખાડે છે! ઉજ્જડ વેરાન ભૂમિ હોય, મહેલ તો નહીં ઘાસની ઝૂંપડી પણ જ્યાં નથી હોતી ત્યાં જાદુગર મહેલ બતાવી દે! વળી એ મહેલ અદૃશ્ય થઈ જાય! વેરાનભૂમિ જ રહે! એવું આ જીવન છે! ક્યારેક મનુષ્ય પાસે અઢળક સંપત્તિ આવે... થોડો સમય રહે... પાછી ચાલી જાય.. માણસ ખાલીનો ખાલી રહે!
માટે, હે સરળ જીવો, તમે પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત ના બનશો, જે લોકો આ જીવનનો ઉપયોગ ધર્મ-આરાધનામાં નથી કરતાં, એ જીવો ચંદનકાષ્ઠને બાળી, તેના કોલસા બનાવી કોલસાનો ધંધો કરે છે. તેઓ મુખે ગણાય છે. તમે બંને સમજદાર છો, આવી મૂર્ખતા નહીં કરતાં.
તમારે સુખ જોઈએ છે ને? સંસારના સર્વ જીવોને સુખ જોઈએ છે... એ બધી જ જાતનાં સુખ ધર્મથી મળે છે. ધર્મથી ધનનું સુખ મળે છે, ધર્મથી ભોગસુખ મળે છે. ધર્મથી સ્વર્ગનાં સુખ મળે છે અને ધર્મથી મોક્ષનાં સુખ મળે છે. પરંતુ આવો સર્વ સુખદાયક ધર્મ, રાગ, દ્વેષ અને મોહનો નાશ કરનારા જિનવચનોનું ચિંતન કરવાથી આરાધી શકાય છે. જિનવચનનું ચિંતન, જો આટલું ફળદાયક છે તો પછી એમનાં દર્શનનું પૂછવું જ શું? તમે બંને, જિનેશ્વરનાં દર્શન કરવા આવ્યાં, તે ઘણું સારું કર્યું.
એવી રીતે જિનેશ્વરોએ બતાવેલા મોક્ષમાર્ગની આરાધના કરનારા સાધુ-સાધ્વીનાં દર્શન પણ પાપોનો નાશ કરે છે. તેઓનો પરિચય પાપોનો નાશ કરે છે...' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨03
For Private And Personal Use Only