________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશના પૂર્ણ થયા પછી મેં ઈશાન ખૂણામાં જોયું. ત્યાં મેં રાણી ચંદ્રધર્માને ઊભેલી જોઈ. મારા મનમાં વિચાર આવ્યો: હું તીર્થંકર પરમાત્માને કારણ પૂછું કે મેં પૂર્વજન્મોમાં એવું કયું પાપ કર્યું હતું કે આ જન્મમાં મને ચન્દ્રધર્માનો વિરહ થયો અને મેં દારુણ દુઃખ ભોગવ્યું?'
મેં વિનયપૂર્વક આ પ્રશ્ન પૂછ્યો. તીર્થંકર પરમાત્માએ મારા પર કૃપા કરી. તેઓએ કરુણાસભર હૈયે મને કહ્યું:
“હે મિથિલાપતિ, આ પૃથ્વી પર વિંધ્ય નામનો પર્વત છે. એ પર્વત પર અનેક પ્રકારની મહાન ઔષધિઓ (વનસ્પતિની) રહેલી છે. “હરિચંદન” વગેરેનાં અસંખ્ય રમણીય વૃક્ષો છે. એ પર્વત પર જંગલી હાથીઓ પણ ઘણા છે. એ હાથીઓ ક્યારેક ચંદનનાં વૃક્ષોને સુંઢમાં ઘાલીને તોડી નાખે છે.. ત્યારે જંગલમાં ચંદનની સુવાસ પ્રસરે છે. ત્યાં વૃક્ષો પર જાત જાતનાં પક્ષીઓ બેસે છે. મધુર અવાજ કરે છે.
એ વિંધ્ય પર્વતની પાસેના પ્રદેશમાં ભીલોની વસતી હતી. તું ભીલોનો રાજા હતો. તારું નામ શિખરસેન હતું. તે શિકાર કરતો હતો. જીવહિંસામાં તને આનંદ મળતો હતો. તારી વિષયાસક્તિ-કામાસક્તિ પણ ગાઢ હતી. એ પ્રદેશમાં ઘણાં હરણ હતાં, બળદો હતાં, વરાહ હતાં... તું એમનો શિકાર કરતો.. તેથી ક્યારેક નર મરતો, ક્યારેક માદા મરતી... એ જીવોને પ્રિય વ્યક્તિનો વિરહ થતો.
તું તારી પત્ની શ્રીમતી સાથે, ઉનાળામાં પર્વતની ગુફામાં રહેતો હતો અને વિષયસુખ ભોગવતો હતો. એવા એક ઉનાળાની વાત છે.
માર્ગ ભૂલેલો એક સાધુ સમુદાય એ પર્વત પાસે આવી ચડ્યો, બધા સાધુઓ ચાલી ચાલીને થાકી ગયા હતાં. સુધા અને તૃષાથી દુર્બળ બની ગયાં હતાં. તેં એ સાધુઓને જોયા. તને સમજાયું કે “આ સાધુઓ ભૂલા પડેલા ભટકી રહ્યા છે...' તારા મનમાં સાધુઓ પ્રત્યે અનુકંપા પેદા થઈ. તું સાધુઓ પાસે ગયો. મેં પૂછ્યું :
હે મહાત્માઓ, તમે આ વિંધ્ય પર્વતના જંગલમાં કેમ ફરી રહ્યા છો?” “હે મહાનુભાવ, અમે માર્ગ ભૂલ્યા છીએ.” સાધુઓએ તને શાન્તિથી વાત કરી. તને સાધુઓ સાથે ઊભેલા જોઈને તારી પત્ની શ્રીમતી પણ ત્યાં આવી ગઈ હતી. તેણે તને કહ્યું: “હે નાથ, આ મહાત્માઓ આકરાં તપ કરનારા દેખાય છે, કૃશકાય છે. માટે પહેલાં તેમને ફળ આપ, કંદ અને મૂળ આપો. ભાગ્યયોગે જ તમને આ ૧૧q
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only