________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ છે. આવા ધર્મની આરાધના-ઉપાસનાથી જ ધર્મનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે, જે ધર્મ આ ત્રણ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ નથી થતો, પરિશુદ્ધ નથી હોતો, તેવા ધર્મની આરાધનાનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે, તે જીવ ઠગાય છે. નક્કી ઠગાય છે, માટે ધર્મના વિષયમાં બુદ્ધિમાન મનુષ્ય, કપ, છેદ અને તા૫ની પરીક્ષા કરવી જ જોઈએ.
પંડિત પુરુષો નિપુણ અને સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરે છે. હે મહાનુભાવો, મન, વચન, કાયાથી બીજા જીવોને પીડા ના કરવી, રાગ-દ્વેષ-મોહનો હનન કરનારી વૈરાગ્ય ભાવનાનું સદૈવ ધ્યાન કરવું.
જે ધર્મમાં, પાપકાર્ય વિષયક સંપૂર્ણ પ્રતિષેધ બતાવેલો ના હોય, તેવો ધર્મ ધ્યાનઅધ્યયન વગેરે, રાગ-દ્વેષ-મોહનો નાશ કરી શકતો નથી, તેથી તેવો ધર્મ અશુદ્ધ કહેવાય, તેવો ધર્મ ઉપાદેય ના ગણાય.
જે ધર્મમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સાધુએ મન-વચન-કાયાથી, અપ્રમત્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હોય, પ્રમાદ કરાવનારાં સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું હોય, મધુકરવૃત્તિથી આત્માનું પોષણ કરવાનું કહેવામાં આવ્યું હોય, તે ધર્મ ઉપાદેય કહેવાય છે, પરંતુ વિવિધ ભેદવાળા (૧૭) સંયમયોગોમાં જે અપ્રમત્ત બનીને પ્રવૃત્તિ કરતો નથી, તેનું અનુષ્ઠાન, ધર્માનુષ્ઠાન બનતું નથી. અસભ્ય વચનો બોલવાં, બીજા જીવોને ઉદ્વેગ કરાવવો, કામચેષ્ટાઓ કરવી, અવિરતિ ગૃહસ્થોને ભોજન આપવું... શસ્ત્ર ધારણ કરવું... વગેરે સાધુઓના માટે પાપ-અનુષ્ઠાન છે.
હે મહાનુભાવો, હવે તમને થોડા વિસ્તારથી ધર્મની તાપ-પરીક્ષા કેવી રીતે કરવી તે સમજાવું છું.
પ્રત્યેક આત્મા દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. સ્વ-સ્વરૂપે સતુ છે, પરસ્વરૂપે અસત્ છે... આ રીતે જો તમે માનો, તો જ જીવમાં સુખ દુઃખ કર્મબંધ, કર્મનિર્જરા વગેરે ઘટી શકે છે. અને આત્માને માત્ર નિત્ય જ માનો, અનિત્ય ના માનો, અથવા અનિત્ય માનો, નિત્ય ના માનો, આત્માને સત્ રૂપે જ માનો, અસત્ રૂપે ના માનો... તો તે મહા-અજ્ઞાન છે.
આત્માને જો એકાંતે નિત્ય માનવામાં આવે તો - ‘આત્મા દુઃખ-સ્વભાવાળો જ છે,’ એમ માન્યા પછી, એનું દુ:ખ દૂર થવાનું જ નથી! દુઃખ દૂર કરવાના ઉપાયો જ ના હોય... પછી આત્માને સુખી કરવાનો વિચાર જ છોડી દેવો પડે કા૨ણ કે દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતું નથી.
એવી રીતે આત્માને એકાંતે અનિત્ય માનો તો પણ આત્માનો ક્રમિક વિકાસ થશે નહીં. ગુનો કરનાર આત્મા જુદો હશે, સજા ભોગવનાર બીજો જ આત્મા હશે! સત્કાર્ય કરનારો આત્મા જુદો હશે, સત્ફળ પામનારો જીવ જુદો હશે! માટે આત્માને એકાંતે નિત્ય ના મનાય, એકાંતે અનિત્ય ના માની શકાય. દ્રવ્યદૃષ્ટિએ આત્માને
૧૧૯૪
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only