________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પૂર્વ ધારેથી પ્રવેશ કરીને, મુનિવરો અને વૈમાનિક દેવીઓ, તીર્થકરને નમસ્કાર કરી, અગ્નિ ખૂણામાં ઊભાં રહ્યાં.
- દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને, નૈઋત્ય ખૂણામાં ભવનપતિદેવીઓ, વ્યંતર દેવીઓ અને જ્યોતિષચક્રની દેવીઓ સ્થિરતાથી ઊભી રહી.
- પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરીને, જ્યોતિષીદેવો, વ્યંતરદેવો અને ભવનપતિદેવો વાયવ્ય ખૂણામાં બેઠાં.
ઉત્તર ધારથી વૈમાનિક દેવોએ, મનુષ્યોએ, મનુષ્ય સ્ત્રીઓએ અને સાધુઓએ પ્રવેશ કર્યો. તેઓ બધાં ઈશાન ખૂણામાં બેઠાં,
બીજા ગઢમાં સર્વે પશુ-પક્ષીઓ બેઠાં. જાતિવૈરવાળાં પશુઓ એકબીજાની પાસે બેઠાં. નિર્ભયતાથી બેઠાં.
ત્રીજા ગઢમાં દેવોએ પોતાનાં વાહનો મૂક્યાં છે.
હે રાજેશ્વર, આ બધું મેં ધ્યાનપૂર્વક જોયું. અને એમાં પણ આપને અતિ હર્ષ થાય તેવી એક વ્યક્તિને જોઈ!” 'કોણ છે એવી એ પ્રિય વ્યક્તિ?' મને આશ્ચર્ય થયું. એ છે મહારાણી ચન્દ્રધર્મા!' આગંતુકે કહ્યું. ખરેખર એ મહાદેવી જ છે?’ “હાજી, મેં તેમને ઈશાન ખૂણામાં ઊભેલાં જોયાં!”
મારા રોમે રોમે ફૂલ ખીલી ઊઠ્યાં. મારી આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ... મેં ત્યાં હાજર રહેલા મંત્રીવર્ગને કહ્યું: ‘જલદી મારો શ્વેત હાથી તૈયાર કરો.. મારે શીઘ્ર તીર્થંકર પરમાત્માનાં દર્શન માટે જવું છે. મારી અસ્વસ્થ તબિયતના કારણે, મારા મિત્ર રાજાઓ અને મારા સામંત રાજાઓ મિથિલામાં આવીને રહ્યાં હતાં. એ સર્વેને, સમાચાર આપવામાં આવ્યાં. તે સહુ રાજાઓ પોતપોતાના રથમાં બેસીને, રાજમહેલના પ્રાંગણમાં આવી ગયાં. સહુની સાથે મેં સમવસરણ તરફ પ્રયાણ કર્યું.
જ્યાં મારા દૃષ્ટિપથમાં તીર્થંકર પરમાત્માનું સમવસરણ આવ્યું, તરત જ હું હાથી ઉપરથી નીચે ઊતરી ગયો. અન્ય રાજાઓ પણ પોતપોતાના રથમાંથી નીચે ઊતરી ગયા. હું હર્ષવિભોર થઈ ગયો હતો. પરિવાર સાથે મેં ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. તીર્થંકર પરમાત્માનાં દર્શન થતાં જ મારું શરીર રોમાંચિત થઈ ગયું. પૃથ્વી પર મસ્તક નમાવીને, મેં તીર્થકરની સ્તુતિ કરી:
‘ત્રિભુવનમાં મંગલ સ્વરૂપ છે પુરુષશ્રેષ્ઠ, આપ જયવંતા વાર્તા છો. હે જિનેન્દ્ર દેવ, આપનો જય હો.... હે તપોનિધિ, તમારો જય થાઓ. હે ઇન્દ્રિયવિજેતા,
૧૧:૨
ભાગ-૩ ભવ આઠમો
For Private And Personal Use Only