________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન હતો. તેણે ઊંડો શ્વાસ લીધો, ઈમારતમાંથી વિચિત્ર અવાવરુ જગ્યાની અને કબૂતરોની સડી ગયેલી હગારની વાસ તેના નાકમાં પ્રસરી ગઈ.
તેને એક ખૂણામાં ઊભેલા સેનમુનિ દેખાયા. એ જ ધ્યાનસ્થ મુદ્રા હતી. વિષેણ મુનિરાજની નજીક પહોંચ્યો. તે ભયંકર ક્રોધે ભરાણો, તેણે કમરેથી કટારી કાઢી. તેણે મુનિને કહ્યું: ‘અરે, દુરાચારી, તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હમણાં જ તારો શિરચ્છેદ કરું છું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનમુનિ તો પરમ આત્મધ્યાનમાં લીન હતાં. તેમણે વિષેણના શબ્દો ના સાંભળ્યા, પરંતુ એક દિવ્યશક્તિએ સાંભળી લીધા.
એવી વિશિષ્ટ જગ્યાઓમાં દિવ્યશક્તિઓ રહેતી હોય છે. એટલે જ આત્મસાધકો, મંત્રસાધકો વગેરે એવી જગ્યાઓમાં જઈને સાધના કરતાં હોય છે. સાધનામાં પેલી દિવ્યક્તિઓ સહાયક બનતી હોય છે.
વિષેણે એ મંદિરના ખંડેરમાં સેનમુનિને એક ખૂણામાં ઊભેલા જોયા હતાં, પરંતુ બીજી બાજુ દેવીની મૂર્તિને ઊભેલી જોઈ ન હતી. ભલે મંદિર તૂટી ગયું હતું, મૂર્તિ તૂટેલી ન હતી. તે મૂર્તિ દૈવી તત્ત્વથી અધિષ્ઠિત હતી. રાત્રિના સમયે એ દૈવીશક્તિ જાગ્રત થયેલી હતી. તેણે ‘અવધિજ્ઞાન’થી જોયું. અવધિજ્ઞાનીને અંધકાર નડતો નથી. ‘અરે, આ દુષ્ટ તો કટારી ઉગામીને, આ મહામુનિને મારવા તૈયાર થયો છે.'
દેવીની મૂર્તિમાંથી પહેલાં ધુમાડો નીકળ્યો. પછી એ ધૂમ્રસેર પ્રકાશમાં બદલાઈ ગઈ... અને તેમાંથી અતિ તેજસ્વી દિવ્યાકૃતિ પ્રગટ થઈ. વિષેણે આકૃતિ જોઈ. અચાનક ન ધારેલી ઘટના બની. એના શરીરે પસીનો વળી ગયો. દેવીએ દિવ્ય ધ્વનિ કર્યો. આખી ટેકરી ધ્રૂજી ઊઠી. વિષેણના હાથમાંથી કટારી છીનવી લીધી અને તેને થાંભલાની જેમ સ્થિર કરી દીધો. વિષેણ બાવો બની ગયો. ન હાલી શકે, ન ચાલી શકે!
દેવીએ તેની ભર્ન્સના કરીને કહ્યું:
‘રે દુષ્ટ, આ તારી કેવી પાપલીલા? આવા વીતરાગ જેવા મહામુનિને મારી નાખવા... આ મધરાતે આવ્યો છે? અનાર્ય છે, તું અનાર્ય! તારો વિવેક પરવારી ગયો લાગે છે. શા માટે આ મુનિને મારવા તૈયાર થયો છે? શા માટે એમના પ્રત્યે આવું વેર રાખે છે?’
૧૧૩૦
વિષેણના જેમ પગ સજ્જડ ચોંટી ગયા હતાં ધરતી પર, તેવી રીતે એની વાણી પણ દેવીએ હરી લીધી હતી. દેવીએ આગળ વધીને કહ્યું: 'તને હું અહીંથી ના જવા દેત, પરંતુ આ મુનિરાજ ક્ષમાના સાગર છે. પ્રભાતે મને ઠપકો આપે માટે તને જવા દઉં છું. ચાલ્યો જા અહીંથી. હવે જો પુનઃ આવીશ તો...'
વિષેણને દેવીએ મુક્ત કર્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ સાતમો