________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાઢી મૂક્યો હતો, તે પોતાના સ્થાને જતો રહ્યો હતો, પરંતુ તે પછી તેના ચિત્તતંત્રનો કબજો ગુણચંદ્રે લઈ લીધો હતો. ‘હુ ગુણચંદ્રને મારીશ!' આવી ગ્રંથિ બંધાઈ ગઈ હતી એના ચિત્તમાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિશર્માના જન્મમાં એણે જે ‘નિયાણું' કર્યું હતું, ગુણસેનરાજાને ભવોભવ મારવાનું, એ નિયાણાનો આ પ્રભાવ હતો. એને ગુણચંદ્રનાં દર્શન થતાં જ મારવાની ઈચ્છા જાગ્રત થઈ ગઈ.
ગુણચંદ્રે તો વાનમંત૨ને જોયો જ ન હતો. વાનમંતરે અદૃશ્ય રહીને, ઉપદ્રવ કર્યો હતો એને ભગાડવાનું કામ પણ ગુણચંદ્રે કર્યું ન હતું. ગુણચંદ્ર તરફ સ્નેહભાવ રાખનારા ક્ષેત્રપાલે કર્યું હતું! આમેય ગુણચંદ્રના મનમાં સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હતો... કોઈ પણ જીવ પ્રત્યે શત્રુભાવ હતો જ નહીં. મૈત્રીભાવ પણ સામાન્ય કોટિનો ન હતો. વિશેષ પ્રકારનો હતો. અહિત કરનારને પણ ગુણચંદ્ર શત્રુ માનતો ન હતો, મિત્ર જ માનતો હતો.
જે સમયની આ વાત છે, એ સમયે અયોધ્યાના સામ્રાજ્યની સંપૂર્ણ ભારતમાં બોલબાલા હતી. ભારતનાં બધાં જ રાજ્યોમાં અયોધ્યાનું રાજ્ય સર્વોપરી ગણાતું હતું. એનો ભંડાર, એની સેના, એનું પરાક્રમ... બધું જ સર્વોપરી હતું. છતાં મહારાજા ‘મૈત્રીબળ' પ્રજાપ્રિય રાજા હતા. અન્ય રાજ્યો સાથે તેમની મૈત્રી અખંડ હતી.
મહારાજાની પટ્ટરાણી પદ્માવતી, સુશીલ મહાસતી સન્નારી હતી. તે રૂપવતી હતી તેવી જ ગુણવતી હતી. જ્યારે ગુણચંદ્ર એના પેટે અવતર્યો હતો ત્યારે રાણીએ સ્વપ્નમાં ‘મહાસરોવ૨' જોયું હતું, તે પણ મુખમાંથી પેટમાં પ્રવેશ કરતું મહાસરોવર જોયું હતું! સ્વપ્ન જોઈને તે જાગી ગઈ હતી. મહારાજાને સ્વપ્ન કહી બતાવ્યું હતું. ‘તને મહાસરોવરમાં તરતા રાજહંસ જેવો પુત્ર થશે!' આ મહારાજાનો સ્વપ્નનો ફલાદેશ હતો. રાણી હર્ષથી રોમાંચિત થઈ ગઈ હતી. તેણે ખૂબ સારી રીતે ગર્ભનું પાલન કર્યું હતું. કુમારના જન્મ સમયના ગ્રહો પણ શ્રેષ્ઠ હતા.
* મહારાજાએ ગરીબોને મહાદાન આપ્યું હતું.
* કારાવાસના કેદીઓને મુક્ત કરી દીધા હતા.
૧૧૩
* મંદિરોમાં વિશિષ્ટ કોટિની પૂજાઓ - ઉત્સવો કરાવ્યાં હતાં.
* નગરજનોએ પોતપોતાનાં ભવનોને શણગાર્યાં હતાં અને વાજિંત્રો વગાડ્યાં
હતાં.
* શેરીએ શેરીએ તરુણ સ્ત્રીઓએ નૃત્ય કર્યાં હતાં...
* રાજાને શ્રેષ્ઠીઓએ શ્રેષ્ઠ વધામણાં આપ્યાં હતાં.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો