________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગ્રહરાજાને મહામંત્રીની વાત ગળે તો ઊતરી, પરંતુ સાથોસાથ અયોધ્યા પર વિજય મેળવવાની લાલચ, તે રોકી શક્યો નહીં. તેણે મહામંત્રીને કહ્યું :
તમારી વાત મારા ગળે ઊતરે છે મહામંત્રી, પરંતુ હું આવી વિના માગેલી દૈવી સહાયને જતી કરવાની મૂર્ખતા તો નહીં જ કરું. હા, હું સૂતેલા કુમાર પર પ્રહાર નહીં કરું. હું કુમારને જગાડીશ અને એને યુદ્ધ માટે આહ્વાન આપીશ. અમે બે લડી લઈશું... પછી જે પરિણામ આવે તે ખરું!”
મહામંત્રી મૌન રહ્યાં. રાજાઓને વધુ શિખામણ આપવાથી, તેઓ ગુસ્સે થતાં હોય છે, માટે થોડા શબ્દોમમાં જ તેમને વિવેકપૂર્વક જે કહેવાનું હોય તે કહી દેવાનું!
મહામંત્રી રાજાને પ્રણામ કરીને, સ્વસ્થાને ગયાં. રાજા વિગ્રહ ઊંડા વિચારોમાં ડૂબી ગયો.
૦ ૦ ૦ મધ્યરાત્રિનો સમય થયો. રાજા વિગ્રહના શયનખંડમાં સેનાપતિ અને બીજા ત્રણ શસ્ત્રસજ્જ યોદ્ધાઓ તૈયાર બેઠાં હતાં. રાજા વિગ્રહે માત્ર પોતાના હાથમાં તીક્ષણ ખગ રાખ્યું હતું.
વાનમંતર આવ્યો. તેણે રાજા વગેરેને તૈયાર બેઠેલા જોયાં. તેને આનંદ થયો... આજે મારો એ દુશ્મન હતો ન હતો થઈ જશે..”તેના આનંદની અવધિ ન હતી. તેણે વિગ્રહ વગેરેને કહ્યું: ‘તમે સહુ ઊભા થાઓ.” સહુ ઊભા થયાં. તમારાં શસ્ત્રો લઈ લો.” સહુએ શસ્ત્રો લઈ લીધાં.
હવે તમે આંખો બંધ કરી, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો.” સહુએ એ રીતે ઈષ્ટદેવનું સ્મરણ કર્યું.
“હવે આ વસ્ત્ર ઉપર ઊભા રહો.... આંખો બંધ જ રાખજો. જ્યારે હું કહું ત્યારે આંખો ખોલજો. તમે રાજકુમાર ગુણચંદ્રના શયનખંડમાં ઊભાં હશો.”
વાનમંતરે જે રીતે કહ્યું એ રીતે, સહુએ કર્યું. તેણે સહુને આકાશમાર્ગે ઉડાડીને, કુમારના શયનખંડમાં મૂકી દીધા. તેણે ધીરેથી કહ્યું: “આંખો ખોલો!'
સહુએ કુમારને નિદ્રાધીન જોયો. થોડે દૂર મંદ મંદ દીપકો સળગી રહ્યાં હતાં. કુમારના ખંડની બહાર શસ્ત્રધારી સૈનિકો પહેરો ભરી રહ્યાં હતાં.
વિગ્રહ કુમારને જગાડવા કહ્યું: “રે ગુણચંદ્ર, મારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે કે નિરાંતે ઊંઘવા? ઊભો થા અને મારી સાથે યુદ્ધ કર.” કુમાર સફાળો બેઠો થઈ ગયો અને તત્કાળ પોતાની તલવાર સંભાળી... નીરવ
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૮૪
For Private And Personal Use Only