________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭].
હે કુમાર, હું મિથિલાનગરીનો વિજ ધર્મ' નામનો રાજા હતો. “ચંદ્રધર્મા' નામની મારી પટ્ટરાણી હતી. એ મને અતિ પ્રિય રાણી હતી.
એક દિવસ હાંફળી ફાંફળી મારી બીજી રાણી વિજયદેવી મારી પાસે આવી અને મને કહ્યું: “હે નાથ, રાણી ચન્દ્રધર્માનું એક યોગી પુરુષ અપહરણ કરી ગયો છે.” વાત કરતાં કરતાં વિજયદેવ રડી પડી, એ જાણતી હતી કે ચન્દ્રધર્મા મને અતિ પ્રિય રાણી છે. એની વાત સાંભળતાં જ મેં મારું ચૈતન્ય ગુમાવ્યું અને ભાન ગુમાવીને, હું જમીન પર પડી ગયો. તરત જ અંતઃપુરની રાણીઓ અને દાસીઓએ તાડપત્રના પંખાને શીતલ ચંદનરસથી ભીનો કરીને, મને વાયુ નાખવા માંડ્યો. લગભગ એક ઘટિકા પછી હું સ્વસ્થ થયો. પરંતુ મારું હૃદય અપાર વ્યથા અનુભવતું હતું. મેં અતિ દુઃખમાં ત્રણ દિવસ પસાર કર્યો. મારો પરિવાર મને ઘેરીને જ બેસી રહ્યો.., તેઓએ મારી આવી સ્થિતિ ક્યારેય જોઈ ન હતી.
ચોથા દિવસની સવાર હતી. સૂર્ય ક્ષિતિજથી ઉપર આવી ગયો હતો. જો કે મારે મન સૂર્ય ઊગે કે આથમે, કોઈ વિશેષ પ્રયોજન ન હતું. રાત્રે મને નિદ્રા આવતી જ ન હતી. ત્રણ દિવસથી મેં સ્નાન પણ કર્યું ન હતું.
એક અતિ કૃશકાય મંત્રસિદ્ધ મહાપુરુષ મારી સામે આવીને ઊભા. આખા શરીરે રાખ (ભૂતિ) ચોપડેલી હતી અને માથે વાળની જટા બાંધેલી હતી. તેમની આંખો નિર્મળ હતી. યોગી પુરુષે મને કહ્યું: ‘નરપતિ, તારી રાણીને હું પ્રયોજન લઈ ગયો છું.”
અરે દુષ્ટ યોગી...' હું આગળ બોલી ના શક્યો... એ મહાપુરુષે મારા માથે હાથ મૂકીને કહ્યું: “વત્સ, તું આકરો-ઉતાવળો ન થા. હું એક વિશિષ્ટ મંત્રસાધના કરવા માટે, રાણીને લઈ ગયો છું. આ મંત્રસાધનામાં પતિની સ્ત્રીની ઉપસ્થિતિ જોઈએ છે. આ મંત્રસાધનામાં એવું વિધાન છે. રાજન, હું બ્રહ્મચારી છું. તારી રાણી મારી સામે, મંત્રસાધનાના સમયે નગ્ન ઊભી રહે છે.. છતાં મારા ચિત્તમાં એક પણ વિકાર પેદા થતો નથી. જો વિકાર પેદા થાય તો મંત્રસિદ્ધિ તો દૂર રહી, એ જ ક્ષણે મારું મૃત્યુ થઈ જાય..! રાણીનું શીલ અખંડ છે. તેના શરીરને કોઈ પીડા થઈ નથી કે થશે નહીં.'
“હે મહાપુરુષ, રાણીને તમે પાછી ક્યારે મૂકી જશો?' યોગીની વાત સાંભળીને, મને થોડી સ્વસ્થતા મળી હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૮૯
For Private And Personal Use Only