________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિમાં શસ્ત્રોનો ખડખડાટ અને વિગ્રહનાં વચનો દ્વારરક્ષક સુભટોએ સાંભળ્યાં. એ બધા અંદર દોડી આવ્યાં અને તલવારો પ્રહાર માટે ઊંચકાણી. ત્યાં કુમારે પોતાના સૈનિકોને કહ્યું : “અરે સુભટો, તમને બધાને મારા સોગંદ છે, તમારે કોઈને આ લોકો પર પ્રહાર કરવાનો નથી. તમે વિગ્રહની અનીતિ જાણો છો. તમે અમારું યુદ્ધ જોયા કરો. પ્રેક્ષક બનીને જોયા કરો.'
આ વાર્તાલાપ દરમિયાન વાનમંતર અદશ્ય રહ્યો હતો, તે અચાનક પ્રગટ થયો અને બોલ્યો: ‘અરે કુમાર, તું એ વિગ્રહને કદાચ મારી શકીશ, મને નહીં...” એમ કહીને વાનમંતરે કુમાર પર ખગથી પ્રહાર કર્યો.
કુમાર રસાવધાન જ હતો. તેણે પ્રહારને ચૂકવી દીધો... અને ભીંતની પાસે જઈને ઊભો. વાનમંતરે ભાલાનો પ્રહાર કર્યો. કુમારે પોતાની તીક્ષ્ણ તલવારથી ભાલાને તોડી નાખ્યો.
એ વખતે અયોધ્યાનો સેનાપતિ ધસી આવ્યો. તેણે વિગ્રહના સૈનિકો સાથે યુદ્ધ કર્યું. સેનાપતિએ એક જ પ્રહાર કરીને, વિગ્રહના સેનાપતિને યમલોક પહોંચાડ્યો. એના સૈનિકોને અયોધ્યાના સૈનિકોએ ઘેરી લીધાં. કુમારે છલાંગ મારી, વિગ્રહના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધો... ને તેના પર પોતાનો એક પગ દાબી દીધો.
વાનમંતર અદૃશ્ય થઈ ગયો... અને તે ત્યાંથી ભાગી ગયો. એણે વિચાર્યું : “ભલે આ કુમાર મારો દુશ્મન છે. પરંતુ એ આપત્તિના સમયે પણ ધીર અને અનાકુળ રહી શકે છે! એકલી હોવા છતાં તેની નિર્ભયતા કેવી હતી! હવે કુમાર જરૂર વિગ્રહનો નાશ કરશે... હું અભાગી, મારા દુશ્મનને મારી ના શક્યો... હવે શું કરું?' વાનમંતર વિચાર કરવા લાગ્યો.
તેને એક ખોટો અનર્થકારી વિચાર આવ્યો, - “હું અયોધ્યા જાઉં અને લોકોને કહું કે “યુદ્ધમાં કુમાર હાયો...' એ વાત રાજપરિવારમાં પહોંચશે અને કરુણ કલ્પાંત થશે! આટલું તો કરું!” વાનમંતર અયોધ્યા તરફ ગયો.
0 0 0 "વિગ્રહ, ચાલ ઊભો થા અને મારી સાથે યુદ્ધ કર! કુમારે વિગ્રહ પર મૂકેલો પગ ઉઠાવી લીધો. પરંતુ વિગ્રહ ઊભો થઈ શક્યો નહીં. તેણે કહ્યું:
મહારાજ કુમાર, આપની સાથે હું યુદ્ધ કેવી રીતે કરી શકું? હું આપનો સેવક છું. મેં પહેલાં પણ ખોટું કામ કર્યું હતું અને આજે અત્યારે પણ ખોટું જ કામ કર્યું છે. આપે મને જીતી જ લીધો છે...” એનો સેનાપતિ હણાયો હતો અને એના સુભટોને પકડી લેવામાં આવ્યાં હતાં. વિગ્રહે કહ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૫
For Private And Personal Use Only